શરદ પૂર્ણિમા 6 ઓક્ટોબરે છે કે 7 ઓક્ટોબરે? જાણો સાચી તારીખ


By Kajal Chauhan03, Oct 2025 04:50 PMgujaratijagran.com

શરદ પૂર્ણિમા આસો મહિનાના શુક્લ પક્ષમાં આવે છે. આ દિવસે ચંદ્ર, મા લક્ષ્મી અને ઇન્દ્રદેવની પૂજાનું વિશેષ મહત્વ છે અને ખુલ્લા આકાશ નીચે દૂધ પૌઆ રાખવાની પરંપરા પણ છે.

ક્યારે છે શરદ પૂર્ણિમા

શરદ પૂર્ણિમાની તિથિ 6 ઓક્ટોબરના રોજ બપોરે 12:23 વાગ્યે શરૂ થશે અને 7 ઓક્ટોબર ના રોજ સવારે 9:16 વાગ્યે સમાપ્ત થશે.

દેવી લક્ષ્મીનો જન્મદિવસ

શરદ પૂર્ણિમા દેવી લક્ષ્મીનો જન્મદિવસ માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવી લક્ષ્મી સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયા હતા.

ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીનું મિલન

નારદ પુરાણ અનુસાર આ એ જ રાત્રિ છે જ્યારે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી મળ્યા હતા. તેથી આ રાત્રિને દેવી લક્ષ્મીનું એક સ્વરૂપ માનવામાં આવે છે.

બ્રજની ગોપીઓ સાથે રાસલીલા

શ્રી કૃષ્ણએ શરદ પૂર્ણિમાની રાત્રે બ્રજની ગોપીઓ સાથે રાસલીલા કરી હતી, જેના સાક્ષી સ્વર્ગના બધા દેવી-દેવતાઓ હતા.

દૂધ પૌઆ ખાવાનું વિશેષ મહત્વ

એવી માન્યતા છે કે શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રના કિરણોમાં અમૃત હોય છે, ત્યારે આ દિવસે આકાશ નીચે રાખેલા દૂધ પૌઆ રાખવાથી અનેક ગુણો તેમાં ભળી જાય છે.

Diwali 2025 : જાણો રંગોળી બનાવવા પાછળનો ઇતિહાસ અને મહત્ત્વ