Shani Uday 2023: શનિ ઉદયથી ચમકશે આ રાશિની કિસ્મત


By Akshat Pandya28, Feb 2023 03:58 PMgujaratijagran.com

ન્યાયના દેવતા

જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. શનિદેવને ન્યાયના કારક દેવતા કહેવામાં આવ્યા છે.

ગ્રહ ઉદયનો પ્રભાવ

કુંડળીમાં કોઈ પણ ગ્રહના અસ્ત-ઉદય થવાથી વ્યક્તિના જીવન પર સકારાત્મક અને નકારાત્મક બંને પ્રભાવ પડે છે.

શનિ ઉદય

31 જાન્યુઆરીએ શનિદેવ અસ્ત થયા હતા, હવે 6 માર્ચ 2023ના દિવસે શનિ ઉદય થઇ રહ્યા છે.

મેષ રાશિ

શનિ ઉદય થવાના કારણે મેષ રાશિના જાતકોને આર્થિક લાભ થવાનો છે. બિઝનેસમાં પણ નફો મળશે. નવું કાર્ય શરુ કરવાથી લાભ મળી શકે છે.

વૃષભ રાશિ

આ સમયગાળા દરમિયાન માન-સન્માનમાં વૃદ્ધિ થશે. સાથે જ અટકાયેલા કાર્યો જલ્દી જ પૂરા થવાના યોગ છે.

સિંહ રાશિ

શનિ ઉદયના કારણે સિંહ રાશિના જાતકોને દેવામાંથી મુક્તિ મળશે. સાથે જ ધન લાભ પણ થઈ શકે છે.

તુલા રાશિ

તુલા રાશિના જાતકોના દાંપત્ય જીવનમાં સુધારો આવશે. સાથે જ પારિવારિક જીવનમાં પણ સુ:ખ શાંતિ જોવા મળશે.

Horoscope Today 28 February, 2023: જાણો આજનું રાશિફળ