30 જૂને મંગળ ગ્રહ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. જેથી શનિ સાથે મંગળનો ષડાષ્ટક યોગ બની રહ્યો છે
અમુક રાશિઓ માટે આ સમય થોડો કષ્ટદાયક સાબિત થઈ શકે છે. જાણો કઈ રાશિઓએ જૂલાઈ મહિના દરમિયાન દરેક બાબતે સાચવવું જરુરી બની રહેશે.
ષડાષ્ટક યોગ તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે. એટલા માટે આ સમયે તમારો કોઈની સાથે વિવાદ થઈ શકે છે. એટલા માટે વાદ-વિવાદથી દૂર રહો. તે જ સમયે, તમારી રાશિનો સ્વામી સૂર્ય શુભ સ્થિતિમાં હોવાથી તમને ધન પ્રાપ્તિમાં મદદરૂપ થશે, પરંતુ શનિ-મંગળ તમને ખર્ચ કરાવશે. તમને શરીરના દુખાવાની સમસ્યા થઈ શકે છે. તેમજ લોહી સંબંધિત બીમારીઓ પણ થઈ શકે છે.
ષડાષ્ટક યોગ ધનુ રાશિના લોકો માટે પ્રતિકૂળ સાબિત થઈ શકે છે. તેથી, આ સમયગાળા દરમિયાન તમારે સ્વાસ્થ્યને લગતી કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પીઠ અથવા ઘૂંટણમાં દુખાવો થઈ શકે છે. બીજી તરફ મંગળ અને શનિના અશુભ યોગને કારણે તમારે ગળા અને મોઢાને લગતી કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
ષડાષ્ટક યોગ તમારા માટે અશુભ સાબિત થઈ શકે છે. કારણ કે આ સમયે રાશિનો સ્વામી શનિ વક્રી ગતિ કરશે અને મંગળ તમારા જીવનમાં અનેક રીતે ઉથલપાથલ સર્જશે. ઉપરાંત, આ સમયે તમે કોઈ વાતને લઈને તણાવમાં રહી શકો છો. બીજી બાજુ નોકરી ધંધામાં તમારે વિરોધાભાસી પરિસ્થિતિનો સામનો કરવો પડશે.