શનિ-મંગળ બનાવવા જઈ રહ્યા છે ષડાષ્ટક યોગ, આ રાશિઓએ સતર્ક રહેવું જરુરી


By Pandya Akshatkumar2023-05-10, 15:17 ISTgujaratijagran.com

ષડાષ્ટક યોગ

મંગળ ક્રોધ અને હિંસાનો કારક ગ્રહ છે. શનિ દુખ અને દરિદ્રતા આપે છે. જ્યારે બંને છઠ્ઠા અને આઠમાં ભાવમાં હોય છે તો ષડાષ્ટક યોગનું નિર્માણ કરે છે.

4 રાશિઓએ સતર્ક રહેવું જરુરી

ષડાષ્ટક યોગ 4 રાશિઓમાં આવનારા 2 મહિના સુધી સંકટ લાવશે. આ લોકોને દુખ, રોગ, ચિંતા અને દુર્ભાગ્યનો સામનો કરવો પડી શકે છે.

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકોએ દરેક ક્ષેત્રે સાવધાન રહેવાની જરુર છે. સંપત્તિને લઈને વિવાદ થઈ શકે છે. રોકાણ કરવામાં સાવધાની રાખો. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો.

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકોના જીવનમાં ષડાષ્ટક યોગ તણાવ અને મુશ્કેલીઓ લાવી શકે છે. કાર્યસ્થળ પર રાજનીતિનો શિકાર થઈ શકો છો.

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકો માટે ષડાષ્ટક યોગ ગંભીર મુશ્કેલી ઉભી કરી શકે છે. આ દરમિયાન તણાવ વધશે. દાંપત્ય જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે.

ધનુ રાશિ

ધનુ રાશિના જાતકોના ખર્ચામાં એકાએક વધારો થશે. માનસિકરુપથી પરેશાન રહેશો. પાર્ટનર સાથે ઝઘડો થઈ શકે છે.

આ 5 આયુર્વેદિક તેલથી મળશે ફ્રોઝન શોલ્ડરથી રાહત