કિંગ ખાનની લેડી લવનો 55મો જન્મદિવસ, જુઓ ગૌરી ખાનનો ગોર્જિયસ લુક


By Kajal Chauhan08, Oct 2025 05:13 PMgujaratijagran.com

બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનની લેડી લવ ગૌરી ખાન ખૂબ જ સુંદર અને ફેશનેબલ છે. આજે તે પોતાનો 55મો જન્મદિવસ ઉજવી રહી છે.

ગૌરી ખાન 55 વર્ષની ઉંમરે પણ યુવાન દેખાય છે. વેસ્ટર્ન હોય કે ઇન્ડિયન, ગૌરી દરેક આઉટફિટમાં સ્ટાઇલિશ અને બ્યુટીફુલ લાગે છે. જન્મદિવસના આ ખાસ અવસરે આવો એક નજર કરીએ ગૌરી ખાનના હોટ લુક્સ પર.

બ્લેઝર સેટ લુક

બ્લેક કલરના બ્લેઝર સેટમાં ગૌરી ખાન 'બોસી' અને ક્લાસી લુક આપી રહી છે. આ પ્રકારનો આઉટફિટ ઓફિસ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

સાડી લુક

ગૌરી ખાન સાડીમાં પણ અતિ સુંદર લાગે છે. એક ફોટામાં તેણે બ્લેક હેવી બોર્ડરવાળી સાડી પહેરી છે, જે તેના દેખાવમાં ચાર ચાંદ લગાવી રહી છે.

ફેન્સી લુક

સ્ટાઇલિશ ટોપની સાથે ગૌરીએ બ્લેક પેન્ટ કેરી કર્યું છે. તમે પણ ગૌરીના આ લુકને ફરીથી અપનાવીને ફેન્સી લુક મેળવી શકો છો.

શરારા સૂટ લુક

આ ફેસ્ટિવ સિઝન દરમિયાન તમે ગૌરીની જેમ શરારા સૂટ પહેરીને જલવો (આકર્ષણ) બિખેરી શકો છો. આવા શરારા સૂટ દરેક ઉંમરની મહિલાને શાનદાર લુક આપે છે.

જમ્પસૂટ લુક

ઓફિસ જતી યુવતીઓ ગૌરી ખાનના જેવો જમ્પસૂટ પહેરીને હોટ લાગી શકે છે. આની સાથે હાઈ હીલ્સ અને સ્ટાઇલિશ હેરસ્ટાઇલ જરૂરથી બનાવવી જોઈએ.

બોલિવૂડમાં હમશકલ દેખાતી સેલિબ્રિટીઝ વિશે જાણો