ભગવાન શિવનો પ્રિય શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. શાસ્ત્રો અનુસાર દેવતાઓ અને રાક્ષસો વચ્ચે સમુદ્ર મંથન શ્રાવણ મહિનામાં થયું હતું. આ દરમિયાન જો તેમાંથી નીકળેલી કોઈ ચીજ જો ઘરમાં લાવવામાં આવે તો ગરીબી દૂર થાય છે.
સમુદ્ર મંથન દરમિયાન 14 દૈવી રત્નો મળી આવ્યા હતા. જ્યોતિષીઓના મતે જો કોઈ શ્રાવણ મહિનામાં આમાંથી એક પણ રત્ન ઘરે લાવે છે તો વ્યક્તિનું સૂતેલું ભાગ્ય જાગી જાય છે.
સમુદ્ર મંથન દરમિયાન પારિજાત વૃક્ષ નીકળ્યું હતું. શ્રાવણ મહિનામાં ભગવાન શિવને પારિજાત ફૂલો ચઢાવવાથી લાભ થાય છે. તમે તેનો છોડ પણ ઘરે લાવી શકો છો.
સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધન્વંતરી અમૃત કળશ લઈને નીકળ્યા હતા. તમે શ્રાવણમાં તમારા ઘરમાં કળશ પણ લાવી શકો છો. તેનાથી વ્યક્તિને રોગો અને સમસ્યાઓથી પણ રાહત મળે છે.
એવું કહેવાય છે કે સમુદ્ર મંથન દરમિયાન એરાવત હાથી પણ નીકળ્યો હતો. જે ભગવાન ઇન્દ્રનું વાહન છે. શ્રાવણ મહિનામાં તમે ઐરાવત હાથીના પ્રતીક તરીકે પથ્થર અથવા સ્ફટિક હાથી રાખી શકો છો.
પંચજન્ય શંખ એ સમુદ્ર મંથન દરમિયાન મળેલા 14 રત્નોમાંથી એક છે. આ અમૂલ્ય શંખ ભગવાન વિષ્ણુએ રાખ્યો હતો. શ્રાવણ મહિનામાં તમે શંખ લાવીને તમારા ઘરના મંદિરમાં રાખી શકો છો.
સમુદ્ર મંથનમાંથી મા લક્ષ્મીનો ઉદ્ભવ થયો હતો. શ્રાવણ મહિનામાં તમે તમારા ઘરમાં મા લક્ષ્મીની નવી પ્રતિમા અથવા મૂર્તિ પણ લાવી શકો છો.