17 જૂન, શનિ પોતાની પોતાની રાશિ કુંભ રાશિમાં 140 દિવસ સુધી વક્રી ગતિ કરવાના છે. શનિની વક્ર ગતિ કેટલીક રાશિઓની પરેશાનીઓ વધારશે તો કેટલીક રાશિઓને ઘણો ફાયદો થશે
વક્રી અવસ્થામાં ગ્રહ વધુ શક્તિશાળી બને છે અને જે રાશિઓ પર શનિની દ્રષ્ટિ સારી હોય છે તેમને ઘણો લાભ મળે છે. આવો જાણીએ કે કઈ-કઈ રાશિને શનિદેવ લાભ કરશે
શનિ કુંભ રાશિમાં વક્રી હોવાથી મેષ રાશિના લોકો પર આખા 140 દિવસો સુધી આશીર્વાદ વરસાવશે. આ દરમિયાન તમને કરિયરથી લઈને બિઝનેસમાં ઘણી પ્રગતિ થશે. આ સમય દરમિયાન તમે જે પણ કાર્ય કરશો તે શનિદેવની કૃપાથી એક પછી એક સફળ થશે.
વક્રી શનિના કારણે વૃષભ રાશિમાં કેન્દ્ર ત્રિકોણ યોગ બનશે, જેનાથી તમને ઘણો ફાયદો થશે. આનાથી તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે અને લગ્નજીવન સુખી રહેશે.
શનિદેવ આજે વક્રી થશે અને સિંહ રાશિમાં શશ રાજ યોગ બનાવશે.શશ રાજ યોગની શુભ અસર તમને ધનવાન બનાવશે, જેના કારણે ધીમી ચાલતી આર્થિક સ્થિતિ મજબૂત થશે.
મકર રાશિના જાતકોને પણ કુંભ રાશિમાં શનિની વક્રતાનો લાભ મળશે. નોકરી-ધંધામાં તમને પૈસા મળશે અને ફાયદો થશે. લાંબા સમયથી અટવાયેલા પૈસા પણ મળી શકે છે.