સાળંગપુરમાં ધુળેટીની ભવ્ય ઉજવણી


By Gujarati Jagran07, Mar 2023 05:15 PMgujaratijagran.com

ભવ્ય રંગોત્સવ

સાળંગપુરમાં વિરાજિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં અત્યારે ભવ્ય રંગોત્સવ ઉજવાયો.

25 હજાર કિલો રંગ

દાદાને 25 હજાર કિલો રંગ ધરાવીને શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી અને કોઠારી વિવેકસાગર સ્વામી દ્વારા સંતો પર છંટકાવ કરવામાં આવ્યો હતો.

ભક્તો ભીડ

આ રંગોત્સવમાં 50 હજારથી વધુ ભક્તો દાદાના રંગે રંગાયા હતાં. જનમેદનીના દ્રશ્યો જોવા જેવા હતા.

250 બ્લાસ્ટ

આ રંગોત્સવમાં રંગના 250 બ્લાસ્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભક્તિ ગીતો પર લોકો ઝૂમી ઉઠ્યા છે.

ઉદયપુરના રંગ

10 પ્રકારના 25 હજાર કિલો રંગ દાદાને અર્પણ કરાયા, આ ઓર્ગેનિક રંગ ખાસ ઉદયપુરથી મંગાવવામાં આવ્યા હતા.

રંગોત્સવ

મંદિર પરિસરમાં 70થી 80 ફૂટ ઊંચા કલરના 250 બ્લાસ્ટ ઉપરાંત 100 ફૂટ ઊંચા 120 કંકુના બ્લાસ્ટ કરાયા,તો 5000 કિલો કલરને એર પ્રેશર મશીનથી હવામાં ઉડાવાયો.

ચોકલેટ વરસાદ

રંગોની સાથે 1 હજાર કિલો ચોકલેટ પણ ભક્તો પર ઉડાવવામાં આવી હતી.

ઢોલીની રમઝટ

60 ઢોલીઓ નાસિક ઢોલના તાલે ધૂમ મચાવી અને ભક્તો હોળી રમ્યા બાદ રાસની રમઝટ બોલાવી- સંતોના સાનિધ્યમાં ભવ્ય રંગોત્સવ ઉજવાયો.

ખાસ શણગાર

દાદાને હોળી-ધૂળેટીના દિવસે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.

Horoscope Today, 8 March 2023 - જાણો આજનું રાશિફળ