ભગવાન શિવની પૂજા દરમિયાન બિલિપત્ર ચઢાવવાનું વિશેષ મહત્વ હોય છે. બિલિપત્ર ભગવાન શિવને અતિપ્રિય છે.
બિલિપત્રમાં ત્રણ પાન શિવના ત્રિનેત્રને પ્રદર્શિત કરે છે.
શિવલિંગ પર બિલિપત્ર ચઢાવવાથી દરેક પ્રકારની મનોકામના પૂરી થાય છે.
બિલિપત્ર ક્યાયથી કપાયેલુ ન હોવું જોઈએ.
બિલિપત્ર એકવાર શિવલિંગ પર ચઢાવીને ફરીથી તેને ધોઈને શિવલિંગ પર ચઢાવી શકાય છે.
બિસ્વાષ્ટક અને શિવપુરાણ પ્રમાણે સ્કંદ પુરાણમાં બિલિપત્રને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે.