ગુલાબજળ ચહેરા માટે ફાયદેમંદ માનવામાં આવે છે. જેને લગાવવાથી સ્કિન સાથે સંકળાયેલી સમસ્યા દૂર થાય છે. જો કે કેટલીક કંડિશનમાં ગુલાબજળથી નુકસાન પણ થઈ શકે છે.
ચહેરા પર વધુ પડતું ગુલાબજળ લગાવવું સ્કિન માટે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. કેટલાક લોકો ચહેરા પર ગ્લો વધારવા માટે દિવસમાં 3-4 વખત ગુલાબ જળ લગાવે છે.
જો દિવસમાં દરરોજ 3-4 વારથી વધુ વખત ગુલાબ જળ લગાવવામાં આવે, તો સ્કિનમાં બળતરા થઈ શકે છે. આથી વધુ પ્રમાણમાં ગુલાબ જળ ના લગાવવું જોઈએ.
વધારે પડતું ગુલાબ જળ લગાવવાથી સ્કિન ડ્રાય થવા લાગે છે. આ સાથે જ ઘણી વખત સ્કિન બરછટ પણ થઈ જાય છે.
આમ તો ગુલાબ જળ નેચરલ જ હોય છે, પરંતુ ઘણી વખત માર્કેટમાં મળી આવતું ગુલાબ જળ સ્કિનને માફક નથી આવતું. જેના કારણે સ્કિનનો નિખાર ઘટવા લાગે છે.
જો તમારી સ્કિન સેન્સેટિવ હોય, તો દરરોજ ગુલાબ જળ લગાવવાનું ટાળવું જોઈએ. વધારે પડતું ગુલાબ જળ એપ્લાય કરવાથી ખીલની સમસ્યા વકરી શકે છે.
ગુલાબ જળ દિવસમાં માત્ર એક જ વખત લગાવવું જોઈએ. ગુલાબ જળને લગાવવા માટેનો સૌથી શ્રેષ્ઠ સમય રાતનો જ છે. આથી સૂતા પહેલા ચહેરા પર ગુલાબ જળ લગાવવું જોઈએ.