ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ દુબઈ ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. આ મેચ જોવા ચહલ પણ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ પહોંચ્યો હતો.
યુઝવેન્દ્ર ચહલ જેની સાથે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ જોવા આવ્યો હતો તે રહસ્યમય સુંદર છોકરી કોણ છે જુઓ તેની તસવીરો.
ચહલ અહીં એક રહસ્યમય છોકરી સાથે જોવા મળ્યો હતો, મેચ દરમિયાન કેમેરામેને ઘણી વખત ચહલ અને તેના નવા મિત્ર પર ધ્યાન ખેંચ્યું હતું.
હવે દરેક લોકો જાણવા માંગે છે કે આ નવી રુપ સુંદરી કોણ છે? ચહલ કોની સાથે મેચ જોવા દુબઈ ગયો હતો?
આ છોકરીનું નામ મહવાશ છે જે રેડિયો જોકીના વ્યવસાય સાથે સંકળાયેલી છે, આ ઉપરાંત તે ઇન્ટરનેટ પર ફેશન, મુસાફરી અને ફિટનેસ માટે જાણીતી છે.
ચહલ સાથે જોવા મળ્યા પહેલા આ છોકરીના ઇન્સ્ટાગ્રામ પર 14 લાખ ફોલોઅર્સ હતા, જે હાલ વધીને 2.3M followers થઈ ગયા છે.
RJ મહવાશ તેમના નવા વર્ષે દુબઈમાં ફટાકડા વચ્ચે ન્યુ યરની પાર્ટીનો આનંદ માણતી જોવા મળે છે.
તમને જણાવી દઈએ કે RJ મહવાશ ચહલને ડેટ કરી રહી છે તે સમાચાર સંપૂર્ણપણે પાયાવિહોણા છે કારણ કે તે બંને સારા મિત્રો છે.
રમત ગમત અને મનોરંજન સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.