અનંત અને રાધિકાના પ્રિ વેડિંગમાં જામનગરની આ 5 રેસ્ટોરન્ટમાં ધસારો વધશે


By Vanraj Dabhi01, Mar 2024 04:13 PMgujaratijagran.com

વિશ્વભરમાંથી હસ્તીઓ જામનગર પહોંચી રહી છે

અનંત અંબાણી અને રાધિકાના પ્રી-વેડિંગ સેલિબ્રેશન માટે દુનિયાભરમાંથી મોટી હસ્તીઓ અહીં આવી રહી છે.

જામનગરનું સ્થાનિક ભોજન

વિદેશી મહેમાનો જામનગરમાં સ્થાનિક ભોજનનો સ્વાદ માણશે જેમાં ઢોકળા,ખાંડવી,ફાફડા,થેપલા અને ઉંધીયુ જેવી ગુજરાતી વાનગીઓ પણ પીરસવામાં આવશે.

જામનગરની ફેમસ રેસ્ટોરન્ટ

આજે અમે તમને જામગરની ફેમસ રેસ્ટોરન્ટ વિશે જણાવીશું, જ્યાં તમે ગુજરાતી વાનગી સહિત વિવિધ દેશોના ભોજનનો સ્વાદ માણી શકો છો.

હોનેસ્ટ રેસ્ટોરન્ટ

હોનેસ્ટ રેસ્ટોરન્ટ તેના વેજ મેનુ માટે જાણીતી છે. અહીં ગુજરાતી અને ભારતીય વાનગીઓ પીરસવામાં આવે છે.

અરામ હોટેલ

આ રેસ્ટોરન્ટ તેના અલગ-અલગ મેનુ માટે જાણીતી છે. અહીં અનેક પ્રકારની ભારતીય અને આંતરરાષ્ટ્રીય વાનગીઓ પીરસવામાં આવે છે.

સંકલ્પ રેસ્ટોરન્ટ

સંકલ્પ એ તેની દક્ષિણ ભારતીય વાનગીઓ માટે જાણીતી છે. અહીં અનેક પ્રકારના ઢોસા, ઈડલી અને દક્ષિણ ભારતીય વાનગીઓ પીરસવામાં આવે છે.

હોટેલ માનસી

હોટલ માનસી પણ જામનગરમાં ફેમસ સ્થળ છે. અહીં તમને સ્વાદિષ્ટ ગુજરાતી વાનગીઓ તેમજ વિવિધ સ્થળોની વાનગીઓ ટેસ્ટ મળશે.

આ રૂફ ટોપ રેસ્ટોરન્ટ

જો તમને ખુલ્લા આકાશ નીચે જમવાનું પસંદ હોય તો જામનગરની રૂફ ટોપ રેસ્ટોરન્ટમાં જઈને આનંદ માણી શકો છો, જ્યાં ઈટાલિયન, ચાઈનીઝ અને ઈન્ડિયન ફૂડની લાંબી સીરીઝ અહીં જોવા મળશે.

જામનગરના ફેમસ ફૂડનું લિસ્ટ, જુઓ