આ નાની વસ્તુઓનું ધ્યાન રાખી વાસ્તુ દોષ દૂર કરો


By Gujarati Jagran27, Mar 2023 04:57 PMgujaratijagran.com

બિનજરૂરી વસ્તુઓ

અમુક વસ્તુઓ એવી હોય છે જેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. વાસ્તુ મુજબ ઘકમાંછી જૂની નકામી, તૂટેલી વસ્તુઓ ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે.

વાસ્તુ નિયમ

ઘરમાં વાસ્તુ દોષ દૂર કરવા માટે તમારા ઘરની આંતરિક સજાવટ મદદ કરે છે. ઘરમાં સુખ- શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે વાસ્તુના નિયમોને અપનાવી શકાય.

ઈશાન ખુણો

મનની શાંતિ માટે અને ઘરના ચૌમુખી વિકાસ માટે પૂજા ઘરનું સ્થાન ઉત્તર-પૂર્વ એટલે કે ઈશાન ખુણામાં હોવું જોઈએ. આવું એટલા માટે કારણ કે આ દેવતાઓનું સ્થાન છે.

દિશાનું ધ્યાન રાખો

પૂર્વ દિશામાં માથુ રાખીને સુવાથી આધ્યામિક ભાવનાઓમાં વધારો થાય છે. આ ઉપરાંત ઘરમાં કાટાળો છોડ પણ ન વાવવો જોઈએ. તેનાથી નકારાત્મક ઉર્જા આવે છે.

ધૂળ -ગંદકી

ઘરમાં લાગેલા કરોડિયાના જાળા, ધૂળ-ગંદકી સમય-સમયે દૂર કરવી જોઈએ. આનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા નહીં રહે. ઘરમાં છોડ હોય તો તેને સમય-સમયે પાણી આપતું રહેવું જોઈએ.

દરવાજાનો અવાજ

ઘરનો દરવાજો ખોલતી અને બંધ કરતી વેળાએ અવાજ આવે તો તેને ઠીક કરી લેવો જોઈએ. કારણ કે આ અવાજ નકારાત્મક ઉર્જા લાવે છે.

આ દિશામાં પગ રાખી ન સુવો

વાસ્તુ મુજબ ક્યારેય દક્ષિણ દિશામાં પગ રાખી ને સુવું ન જોઈએ. આ શુભ નથી. આ ઉપરાંત બેડરૂમમાં દરવાજા તરફ પગ રાખીને પણ ન સુવુ જોઈએ.

વાસ્તુની આવીજ રસપ્રદ માહિતી માટે તમે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

આ નાની વસ્તુઓનું ધ્યાન રાખી વાસ્તુ દોષ દૂર કરો