સુસ્તી અને થાકને દૂર કરવા માટે ડાયટમાં સામેલ કરો આ ફ્રૂટ્સ


By 30, Jan 2023 07:00 AMgujaratijagran.com

પોષણની ઉણપ

થોડું કામ કરીને અને સવારે ઉઠીને જો તમને થાક અનુભવાય છે તો, આ શરીરમાં પોષણની ઉણપનું કારણ હોઇ શકે છે.

થાકવાનું કારણ

થાક એનીમિયા, થાઇરોઇડ, ડાયાબિટીસ, ફેફસાં અને હૃદય રોગના કારણે પણ હોઇ શકે છે.

ડાયટમાં ફેરફાર

જો તમને આ સમસ્યા ના હોય તો, તમે ડાયટમાં ફેરફાર કરીને થાકની સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.

કેળા

કેળામાં વિટામિન, કેલ્શિયમ, આયર્ન અને એન્ટિ ઓક્સિડેન્ટ હોય છે. આ થાકને દૂર કરવમાં મદદ કરે છે.

દાડમ

દાડમ શરીરમાં એનિમિયાની ઉણપને દૂર કરવાનું કામ કરે છે. તમારે કમજોરીને દૂર કરવા માટે દાડમનું સેવન કરવું જોઇએ.

શુદ્ધ ઘી

શુદ્ધ ઘીમાં રોગ પ્રતિરોધક ક્ષમતા હોય છે. ઘીનાં ઉપયોગથી થાક અને કમજોરીની સમસ્યાને દૂર થાય છે.

પાલક

શરીરમાં હિમોગ્લોબિનની ઉણપને દૂર કરવા માટે પાલકને સૌથી ઉત્તમ ગણવામાં આવે છે. થાક અને સુસ્તીને દૂર કરવા માટે ડાયટમાં લીલા શાકભાજીનો પણ ઉપયોગ કરી શકો છો.

પોઝિટિવ એનર્જી માટે દરરોજ કરો આ ફૂડ્સનું સેવન