કુંડળીમાં સૂર્યદેવને મજબૂત કરવાના ઉપાય


By Akshat Pandya07, Mar 2023 03:06 PMgujaratijagran.com

ગ્રહોના રાજા

નવગ્રહોમાં સૂર્યદેવને ગ્રહોના રાજા કહેવામાં આવે છે. સૂર્ય દેવને પિતા, પુત્ર, પ્રસિદ્ધિ, યશ, વૈભવ, તેજ, આરોગ્યતા, આત્મવિશ્વાસ અને ઈચ્છાશક્તિના કારક માનવામાં આવ્યાં છે.

આદિત્ય હૃદય સ્તોત્ર પાઠ

કુંડળીમાં સૂર્યને મજબૂત કરવા માટે આદિત્યહૃદય સ્તોત્રનો પાઠ કરવો સર્વોત્તમ માનવામાં આવે છે.

શું છે આદિત્ય હૃદય સ્તોત્ર

આદિત્ય હૃદય સ્તોત્ર સૂર્યદેવ સાથે સંબંધિત છે. આ સ્તોત્રનો પાઠ સૂર્ય દેવને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે. આ સ્તોત્રનું નિત્ય પઠન કરવાથી જીવનમાં અનેક કષ્ટોનું નિવારણ થાય છે.

આ છે પાઠની વિધિ

સૂર્યોદય પહેલા સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો. તાંબાના લોટોમાં જળ લઈને કંકુના છાંટા નાંખી સૂર્યદેવને જળ અર્પણ કરો.

શુક્લ પક્ષના આરંભથી શરુઆત કરો

સૂર્ય દેવને જળ અર્પણ કરતા પહેલા ગાયત્રી મંત્રના જાપ કરવા જોઈએ. સૂર્યદેવ સમક્ષ આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ કરો. પ્રયત્ન કરો કે આ પાઠ શુક્લ પક્ષના કોઈ રવિવારથી પ્રારંભ થાય.

માંસ-મદિરાનો ઉપયોગ ટાળો

આ વાતનું વિશેષ ધ્યાન રાખો કે જો તમે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરતા હોવ તો રવિવારે માંસાહારી આહાર કે દારુ ન પીવો જોઈએ.

Horoscope Today, March 07, 2023 - જાણો આજનું રાશિફળ