માટી ઉંમર થવાની સાથે વાળ સફેદ થઈ જાય છે, જાણો કારણ


By Jivan Kapuriya07, Jul 2023 10:54 AMgujaratijagran.com

જાણો

આજ કાલ ખોટી વસ્તું ખાવા-પીવાથી અને ખોટી જીવનશૈલીના કારણે મોટી ઉંમર થવાની સાથે અથવા માટી ઉંમર થાય એ પહેલા પણ ઘણા લોકોના વાળ સફેદ થવા લાગે છે. આવો જાણીએ વાળ સફેદ થવા પાછળનું કારણ શું હોય છે.

જેનેટિક કારણો

માતા-પીતા અને પરિવારના કોઈ વ્યક્તિને મોટી ઉંમરની સાથે આ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તેથી સ્વાભાવિક રીતે તમારે પણ આ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

હાઈપોથાઈરોડનું કારણ

હાઈપોથાઈરોડ એટલે શરીરમાં થાયરાઈડ હોર્મોનમાં ભળી જવાને કારણે ઝડપથી વાળ સફેદ થવા લાગે છે. આ સમસ્યાથી પીડિત લોકોના વાળ મોટાભાગે મોટી ઉંમર પહેલા જ સફેદ થવા લાગતા હોય છે.

મિનરલ્સની ખામી

મોટી ઉંમરની સાથે સફેદ વાળ થવાનું મુખ્ય કારણ શરીરમાં મિનરલ્સની ખામી હોય છે. આયરન અને કોપર આ બન્ને પોષક તત્વોના કારણે મોટી ઉંમર પહેલા વાળ સફેદ થવા લાગે છે.

વિટામિન B12ની ખામી

શરીરમાં વિટામિન B12ની ખામીને કારણે ઘણા લોકોને મોટી ઉંમર પહેલા જ સફેદ વાળ થવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા ડાયટમાં વિટામિન B12 મેળવવા માટે ઉંચ્ચી ગુણવતાવાળો ખોરાક જમવાથી ફાયદો થઈ શકે છે.

દવાઓને કારણે

દવાઓના કારણે સાઈડ ઈફેક્ટ્સના કારણે પણ મોટી ઉંમર પહેલા સફેદ વાળની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ક્લોરોક્વીન એટલે કે મેલેરીયાની દવા અને કોલેસ્ટ્રોલ ઓછું કરવાની દવા ખાવાથી વાળ સફેદ થઈ શકે છે.

વઘતી જતી ઉંમરની સાથે અન્ય કેટલાક કારણોથી સફેદ વાળ શઈ શકે છે.જે સ્વાસ્થ્યને બીજી

શું સવારે ઉઠતાની સાથે માથાનો દુખાવો થાય છે? આ રીતે મળશે રાહત