બદલાતી જીવનશૈલી અને ખરાબ ખાનપાનના કારણે આજકાલ લોકોમા વાળ ખરવાની સમસ્યાઓ વધુ જોવા મળે છે. ઘણી વાળનુ ખરવુ એક સામાન્ય વાત છે, જેને સારી ડાયટથી દૂર કરી શકાય છે. પણ ક્યારેક આપણી કેટલીક આપણી રોજિંદા જીવનની આદતો વાળ ખરવાનુ કારણ બને છે.
વધારે પડતો તણાવ શરીરના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. તણાવ લેવાથી વાળની જડ કમજોર થાય છે. જેથી તણાવ લેવાથી બચવુ જોઈએ.
આજના સમયમા યુવાઓ અલગ અલગ પ્રકારના હેયર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. જેની ખરાબ અસર વાળ પર પડવાથી વાળ ખરવા લાગે છે.
વધારે ગરમ પાણી વાળને નુકસાન કરે છે. ગરમ પાણીથી માથાના ભાગની ચામડીને નુકસાન થાય છે. જેથી વાળને નુકસાન ન થાય તે માટે ઠંડા અથવા તો ઓછા ગરમ પાણીથી સ્નાન કરવુ જોઈએ.
સામાન્ય રીતે બીમાર પડવાના કારણે લોકો દવાઓનુ સેવન કરતા હોય છે. એવામા વધારે પડતી દવાઓનુ સેવન કરવાથી પણ વાળ ખરી શકે છે.
વધારે પડતા સ્મોકિંગ કરવાથી માથાના ભાગની ચામડીને કમજોર બનાવી નાખે છે, જે વાળ ખરવાનુ કારણ બને છે.
વાળને ખરતા રોકવા માટે તેનુ સારી રીતે ધ્યાન રાખવુ જરુરી છે. આ સિવાય વાળને સેટ કરવા માટે મોટા કાંસકાનો ઉપયોગ કરવો જોઈએ.