ભારતમાં લોન્ચ થયો Realme Narzo N53, ઓછી કિંમતે મળશે શાનદાર ફીચર


By Kisankumar Sureshkumar Prajapati2023-05-18, 17:47 ISTgujaratijagran.com

લોન્ચ

રિયલમીએ આજે ભારતમાં Norzo N સિરીઝમાં એક નવું મોડલ Realme Narzo N53 લોન્ચ કર્યું છે.

વેચાણ

રિયલમી વેબસાઇટ અને એમેઝોન દ્વારા ફોનનું વેચાણ 24 મે, 2023ના રોજ બપોરે 12 વાગ્યે શરૂ થશે.

કિંમત

Realme Narzo N53ની કિંમત 4GB + 64GB મોડલ માટે 8,999 રૂપિયા અને 6GB + 128GB મોડલ માટે 10,999 રૂપિયા છે.

ડિસ્પ્લે

રિયલમી નાર્જો એન53માં 6.74-ઇંચ HD+ IPS LCD ડિસ્પ્લે છે. જે 90Hz રિફ્રેશ રેટ સાથે આવે છે.

રેમ અને સ્ટોરેજ

આ ફોન 4GB + 64GB અને 6GB + 128GB સ્ટોરેજ પેક છે. માઇક્રોએસડી કાર્ડ દ્વારા 12GB સુધી ડાયનેમિક રેમ સપોર્ટ અને સ્ટોરેજ વધારી શકાય છે.

બેટરી

તેમાં 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5,000mAh બેટરી છે.

કેમેરો

આ ફોનમાં f/1.8 અપર્ચર, 5P લેન્સ અને LED ફ્લેશ સાથે 50MPનો પ્રાઈમરી કેમેરા સેન્સર છે. સેલ્ફી અને વિડિયો ચેટ્સ માટે ફ્રંન્ટમાં 8MP શૂટર છે.

પ્રોસેસર

આ ફોનને પાવર આપનાર Unisoc T612 SoC છે. આ ફોન Realme UI 4.0 કસ્ટમ સાથે Android 13 પર ચાલે છે.

'બચપન કા પ્યાર મેરા..!' પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના નાનપણની તસવીરો જુઓ