વેસ્ટમાંથી બેસ્ટ: જૂની સાડીઓને ફેંકી દેવાને બદલે આ વસ્તુઓ બનાવો


By Vanraj Dabhi01, Sep 2023 06:06 PMgujaratijagran.com

જાણો

દરેક ભારતીય મહિલાના કપડામાં જૂની સાડીઓનો વિશાળ સંગ્રહ હોય છે, જેનો તે ઉપયોગ કરવામાં અસમર્થ હોય છે. આવી સ્થિતિમાં તમે તમારી માતાની જૂની સાડીમાંથી આકર્ષક વસ્તુઓ બનાવી શકો છો.

સાડીના પડદા

જો તમારી પાસે તમારી માતાની જૂની સિલ્ક સાડી પડેલી હોય તો,તમે તેમાંથી પડદા બનાવી શકો છો. આ પડદા ઘરમાં સરળતાથી બની જશે અને ઘરની શોભા પણ વધારશે.

ઓશીકોનું કવર

તમે કોઈપણ સિલ્ક કે કોટન સાડીમાંથી સુંદર અને ડિઝાઈનર ઓશીકાનું કવર બનાવી શકો છો, આ કવર તમારા રૂમની સુંદરતામાં વધારો કરશે.

પોટલી બેગ

જો તમારી પાસે ભારે સાડી છે તો તમે આ સાડીમાંથી પોટલી બેગ બનાવી શકો છો. તમે આ બેગને કોઈપણ સાડી કે સૂટ સાથે મેચ કરી શકો છો,આ બેગ તમારી સુંદરતા વધારશે.

ડિઝાઈન સ્કર્ટ

જો તમને ફેશન સાથે ચાલવાનું પસંદ હોય તો તમે કોઈપણ જૂની સાડીમાંથી ડિઝાઈનનો સ્કર્ટ બનાવી શકો છો. તમે તેને કોઈપણ ટોપ સાથે પહેરીને કોલેજ જઈ શકો છો.

એથનિક કુર્તી

જો તમને કુર્તી પહેરવી ગમે છે તો તમે કોઈપણ ફેબ્રિકની જૂની સાડીઓમાંથી તમારી પસંદની સુદર કુર્તીઓ બનાવી શકો છો.

લહેંગા

તમે તમારી માતાની જૂની નેટ અથવા સાડીમાંથી પણ લહેંગા બનાવી શકો છો. તમે તેને કોઈપણ લગ્ન અથવા પરંપરાગત ફંક્શનમાં પહેરી શકો છો.

ડોર મેટ બનાવો

જો તમે ઈચ્છો તો તમારી જૂની સાડીની મદદથી ડોર મેટ પણ બનાવી શકો છો. તેને બાનવવામાં પણ ખૂબ જ સરળ છે.

વાંચતા રહો

સ્ટોરી સારી લાગે તો લાઈક-શેર કરો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

સાવધાન...ઘમંડી લોકોની અંદર આ આદતો હોય છે કૉમન, ક્યારેય ના કરશો દોસ્તી