શીરાને ઘીમાં રાવાને શેકીને ત્યારબાદ તેમાં દૂધ,પાણી,સાકર અને બદામ ઉમેરીને બનાવવામાં આવે છે, ચાલો જાણીએ રેસીપી.
રવો,ઘી,દૂધ,સાકર,બદામ,કાજુ-કિસમિસ,એલચીનો પાવડર.
એક નોન-સ્ટીક પેનમાં ઘી નાખીને ગરમ કરો.
હવે ગરમ ઘી થયા પછી તેમાં રવો ઉમેરો.
થોડીવાર ધીમા ગેસ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રવાને શેકી લો.
હવે તેમાં દૂધ નાખીને શેકેલી રવામાં દૂધ,ગરમ પાણી અને સાકર નાખીને મિક્સ કરો.
હવે તેમાં સમારેલ કાજુ-કિસમિસ,બદામ,પિસ્તા,અખરોટ વગેરે ડ્રાયફ્રૂટ ઉમેરીને મિક્સ કરો.
હવે તેમાં ઈલાયચી પાવડર અને કેસર નાખીને ગાર્નિશ કરો.
તૈયાર છે રવાનો શીરો તમે ગરમા-ગરમ સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજકાતી જાગરણ વાંચતા રહો.x