Rashami Desai: નવોઢા રશ્મિ દેસાઈના આ ડ્રેસ ટ્રાય કરે, લોકો જોતા જ રહી જશે


By Sanket M Parekh15, Jul 2025 03:41 PMgujaratijagran.com

ફેમસ એક્ટ્રેસ

રશ્મિ દેસાઈએ ટીવીથી લઈને બોલિવૂડ સુધી પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. તે પોતાના બોલ્ડ અંદાજ અને આખાબોલા માટે પણ જાણીતી છે.

રશ્મિ દેસાઈની અદા

રશ્મિ દેસાઈ પોતાની ગ્લેમરસ અને આકર્ષક અદાઓથી ફેન્સનું દિલ જીતી લે છે, અને તેમનો ફેશન અને સ્ટાઇલ બંને અદ્ભુત છે

નવવિવાહિતા માટે ફેશન ટિપ્સ

જો તમારા હાલમાં જ લગ્ન થયા હોય અને સાસરીમાં સૌ કોઈનું ધ્યાન ખેંચવા માંગતા હોવ, તો તમે રશ્મિ દેસાઈના આ ડ્રેસિસમાંથી આઈડીયા લઈ શકો છો.

ફ્રન્ટ કટ શૂટ

રશ્મિ પિન્ક કલરના ફ્રન્ટ કટ શૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. નવોઢાો આવા સૂટને ડ્રોપ ઈયરિંગ્સ અને મેકઅપ સાથે કેરી કરી શકે છે

પ્રિન્ટેડ સાડી

જો તમે સાસરીમાં સાદગી અને સરળતાથી બધાનું દિલ જીતવા માંગતા હો, તો પોનીટેલ હેરસ્ટાઇલ સાથે પ્રિન્ટેડ સાડી સ્ટાઈલ કરી શકો છો

જરી વર્ક લહેંગા

સાસરીના ફંક્શનમાં કંઈક અલગ ટ્રાય કરવા માટે જરી વર્ક લહેંગા પહેરવાનો પ્રયાસ કરો. જેમાં તમે અત્યંત સુંદર લાગશો

પ્લેન ગાઉન

રશ્મિ દેસાઈનો દરેક લુક અદ્દભૂત હોય છે. નવી વહુઓ સ્ટાઈલિશ દેખાવા માટે આવા સિમ્પલ ગાઉન પહેરી શકે છે.

કો-ઓર્ડ સેટ

આજકાલ મહિલાઓમાં કો-ઓર્ડ સેટનો ક્રેઝ ઘણો છે. તમે પણ સાસરીમાં આવા ડ્રેસ પહેરી શકો છો.

1 મહિનામાં વાળનો વિકાસ બમણો કરવા માટે શેમ્પૂમાં આ 6 વસ્તુઓ મિક્સ કરો