રણવીર સિંહે પોતાના જોરદાર અભિનયથી બોલિવૂડમાં પોતાનું નામ બનાવ્યું છે. તેમને બોલિવૂડનો સૌથી ઉર્જાવાન અભિનેતા કહેવામાં આવે છે.
રણવીર સિંહ જે ઇવેન્ટમાં ભાગ લે છે, ત્યાંનુ વાતાવરણ એનર્જેટિક બનાવી દે છે અને લોકોના દિલ જીતી લે છે.
તેઓ છેલ્લા 15 વર્ષથી બોલિવૂડ સાથે સંકળાયેલા છે. તેમણે 2010માં રિલીઝ થયેલી ફિલ્મ બેન્ડ બાજા બારાતથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.
રણવીર સિંહનો જન્મ 6 જુલાઈ 1985ના રોજ થયો હતો, આજે રણવીર 40 વર્ષનો થયો છે.
મુંબઈમાં જન્મેલા રણવીર સિંહે લર્નર્સ એકેડેમીમાંથી પોતાનું સ્કૂલિંગ પૂર્ણ કર્યા બાદ, તેમણે મુંબઈની HR કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સમાંથી પણ અભ્યાસ કર્યો.
જે બાદ રણવીર વધુ અભ્યાસ માટે અમેરિકા ગયો. ત્યાંની ઇન્ડિયાના યુનિવર્સિટીમાંથી તેણે બેચલર ઓફ આર્ટ્સ (BA)ની ડિગ્રી મેળવી.
અભ્યાસ પૂર્ણ કર્યા પછી રણવીર બોલિવૂડમાં જોડાયો અને ક્યારેય પાછળ વળીને જોયું નહીં અને ઘણા મહાન પાત્રો ભજવ્યા.