Raksha Bandhan 2025: શું રક્ષાબંધનના દિવસે પત્ની પતિને રાખડી બાંધી શકે છે?


By Sanket M Parekh08, Aug 2025 03:48 PMgujaratijagran.com

ભાઈ-બહેનના પ્રેમનું પ્રતિક

હિન્દુ ધર્મમાં રક્ષાબંધનના પર્વને ભાઈ-બહેનના પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે અને તેનાથી સંબંધો મજબૂત બને છે. તો ચાલો જાણીએ શું રક્ષાબંધનના દિવસે પત્ની પતિને રાખડી બાંધી શકે છે?

શું કહે છે શાસ્ત્ર?

શાસ્ત્રોમાં એવું કહેવામાં આવે છે કે, પત્ની પોતાના પતિને રાખડી બાંધી શકે છે. જો કે તે પત્ની અને પતિ પર નિર્ભર કરે છે. આ સાથે જ પિતા અને ભત્રીજાને પણ રાખડી બાંધી શકે છે.

પતિની રક્ષા થાય

એવું કહેવાય છે કે, રક્ષાબંધન પર રાખડી બાંધવાથી વ્યક્તિની રક્ષા થાય છે. જો આ દિવસે પત્ની પોતાના પતિને રાખડી બાંધે છે, તો તેનાથી પતિની રક્ષા થાય છે.

રક્ષાબંધન ક્યારે?

આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર આવતીકાલે એટલે કે 9 ઓગસ્ટ, 2025ના શનિવારના રોજ મનાવવામાં આવશે. આ દિવસે રાખડી બાંધવાથી ભાઈ-બહેન વચ્ચેનો પ્રેમ વધે છે.

જમણાં હાથે રાખડી બાંધો

એવું માનવામાં આવે છે કે, ભાઈના જમણાં હાથમાં રાખડી બાંધવી શુભ મનાય છે. રાખડી ઉપરાંત રક્ષાપોટલી વગેરે પણ જમણાં હાથમાં જ બાંધવા જોઈએ.

રાખડી બાંધવાથી શું થાય?

એવું માનવામાં આવે છે કે, રક્ષાબંધનના દિવસે પત્ની પોતાના પતિને રાખડી બાંધી શકે છે. જેનાથી તે પતિની પ્રગતિની કામના કરે છે.

રક્ષાનું પ્રતિક

રાખડી માત્ર ભાઈ-બહેનો માટે જ નથી હોતી. આ પવિત્ર ધાગો અર્થાત દોરો પ્રિયજનોની રક્ષા કરવાનું પ્રતિક છે. આથી કોઈ પણ કોઈને પણ રાખડી બાંધી શકે છે.

જન્મ મહિના પ્રમાણે તમે કેટલા હોશિયાર છો..?