ક્યારે છે રક્ષાબંધન 2025, જાણો શુભમુહૂર્ત


By Kajal Chauhan07, Jul 2025 02:31 PMgujaratijagran.com

રક્ષાબંધન એ ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ અને વિશ્વાસનું પ્રતીક છે. આ તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે.

ક્યારે છે રક્ષાબંધન

હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે 9 ઓગસ્ટ શનિવારના રોજ રક્ષાબંધન ઉજવવામાં આવશે.

રક્ષાબંધન શુભમુહૂર્ત

પૂર્ણિમા તિથિ એટલે રક્ષાબંધન 8 ઓગસ્ટ 2025ના રોજ 2:12 વાગ્યે શરૂ થશે અને 9 ઓગસ્ટના રોજ બપોરે 1:24 વાગ્યે સમાપ્ત થશે.

રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત

રક્ષાબંધનના દિવસે એટલે કે શનિવાર 9 ઓગસ્ટ 2025 ના રોજ રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત સવારે 5:47 વાગ્યાથી શરૂ થશે અને બપોરે 1:24 વાગ્યા સુધી ચાલુ રહેશે.

ભદ્રા કાળ

હિન્દુ માન્યતાઓમાં ભદ્રા કાળ દરમિયાન રાખડી બાંધવી અશુભ માનવામાં આવે છે. સારી વાત એ છે કે 2025 માં ભદ્રાનો રક્ષાબંધન પર લગભગ કોઈ પ્રભાવ પડશે નહીં.

ભદ્રા કાળ

ભદ્રા કાળ 9 ઓગસ્ટના રોજ સૂર્યોદય પહેલા સમાપ્ત થશે. જેનો અર્થ છે કે બહેનો રક્ષાબંધનના દિવસે ગમે ત્યારે રાખડી બાંધી શકે છે.

Zodiac Sign: લક્ષ્મી માતાની અત્યંત પ્રિય છે આ રાશિ, જાતકોને ક્યારેય નથી થતી પૈસાની કમી