રક્ષાબંધન વખતે પુજન વિધિની થાળી કેવી રીતે તૈયાર કરવી,જાણી લો


By Vanraj Dabhi29, Aug 2023 03:28 PMgujaratijagran.com

રક્ષાબંધન

ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતીક આ તહેવાર શ્રાવણ મહિનાની પુનમના દિવસે ઉજવવામાં આવે છે, આ દિવસે બહેનો તેમના ભાઈના હાથ પર તેમના બાંલા આયુષ્ય માટે રાખડી બાંધે છે અને ભાઈઓ તેમની રક્ષા કરવાનું વચન આપે છે.

30 અને 31 ઓગસ્ટ

આ વર્ષે આ તહેવાર 30 અને 31 ઓગસ્ટે ઉજવવામાં આવી રહ્યો છે, આવી સ્થિતિમાં અમે તમને જણાવીશું કે રાખડીની થાળી કેવી રીતે સજાવવી?

જરૂરી વસ્તુઓ

રક્ષાબંધનની થાળીમાં આ વસ્તુઓ રાખવાથી ભાઈ-બહેનનો સંબંધ મજબૂત બને છે.ચાલો જાણીએ કઇ જરૂરી વસ્તુઓ છે જે થાળીમાં રાખવી જોઈએ.

સ્વસ્તિક વાળી થાળી

સ્વસ્થિકવાળી થાળીનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો,જો આવી થાળી ન હોય તો સ્ટીલની થાળીમાં સુતરાઉ કાપડ અથવા કેળાના પાન મૂકો.

અક્ષત

દરેક શુભ કાર્યમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.ભાઈ તિલક લગાવ્યા પછી અક્ષત જરૂર લગાવો, તેનાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને સમૃદ્ધિ આવે છે.

દીવો

તેને સકારાત્મક ઉર્જા અને પ્રકાશનું પ્રતીક માનવામાં આવે છે.બહેનો આ દીવાથી ભાઈઓની આરતી કરે છે.તેનાથી ભાઈ-બહેનનો સંબંધ મજૂબત બને છે.

રોલી

આને ચોખાની સાથે પૂજાની થાળીમાં પણ રાખો.આ સાથે બહેનો તેમના ભાઈઓને તિલક લગાવે છે.તિલક કરવાથી શરીરની શક્તિ વધે છે અને આત્મવિશ્વાસ વધે છે.

રાખડી

ભાઈઓના લાંબા આયુષ્ય માટે બહેનો ભાઈઓના હાથ પર રાખડી બાંધે છે. તેનાથી ભાઈ-બહેનના સંબંધોમાં પ્રેમ વધે છે.

મીઠાઈ

બહેનો તેમના ભાઈઓની પસંદગીની મીઠાઈઓ થાળીમાં રાખે છે.એવું માનવામાં આવે છે કે તેનાથી ભાઈ-બહેનના સંબંધોમાં મધુરતા વધે છે.

વાંચતા રહો

આવા જીવનશૈલી સંબંધિત તમામ સમાચારો માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Raksha Bandhan 2023: એકદમ પરફેક્ટ લુક માટે રશ્મિકા મંદાનાના આઉટફિટ અજમાવો