પુષ્પારાજની ભૂમિકા માટે અલ્લુ અર્જુન નહિ પણ આ સ્ટાર્સ હતો પહેલી પસંદ


By Kajal Chauhan05, Dec 2024 05:34 PMgujaratijagran.com

પુષ્પા 2 ને લઈને દર્શકો ક્રેઝી

પુષ્પા 2: ધ રૂલ રિલીઝ થઈ ગઈ છે. પોતાના ફેવરિટ સ્ટાર્સને જોવા માટે ચાહકોમાં ક્રેઝ જોવા મળી રહ્યો છે.

પુષ્પા 2 બોક્સ ઓફિસ પર છવાઈ

એડવાન્સ બુકિંગમાં પુષ્પા 2 ફિલ્મે 100 કરોડનો આંકડો પાર કરી લીધો હતો. આ ફિલ્મે વિદેશમાં 30 કરોડથી વધુની કમાણી કરી હતી.

નિર્માતાની પહેલી પસંદ અન્ય સ્ટાર્સ હતા

અહેવાલો અનુસાર આ ફિલ્મ માટે પહેલા અલ્લુ અર્જુન, ફહાદ ફાસિલ અને રશ્મિકા મંદન્નાની જગ્યાએ અન્ય સ્ટાર્સને એપ્રોચ કરવામાં આવ્યા હતા. પરંતુ તે બધાએ પુષ્પા ફિલ્મને નકારી કાઢી હતી.

મહેશ બાબુને ઓફર કરાઈ હતી પુષ્પારાજની ભૂમિકા

પુષ્પા રાજની ભૂમિકા સૌપ્રથમ મહેશ બાબુને ઓફર કરવામાં આવી હતી, પરંતુ દિગ્દર્શક સાથેના કેટલાક મતભેદોને કારણે તેમણે ના પાડી દીધી હતી.

સામંથાએ ઓફર નકારી

શ્રીવલ્લીની ભૂમિકા શરૂઆતમાં સામંથાને ઓફર કરવામાં આવી હતી, પરંતુ શેડ્યૂલને કારણે તેણે ના પાડી. એવું પણ કહેવાયું હતું કે સુકુમારની રંગસ્થલમ પછી સામંથા ફરીથી ગામડાની છોકરીનો રોલ કરવા માગતી નથી.

વિજય સેતુપતિએ પણ ઠુકરાવી ઓફર

વિજય સેતુપતિનો પણ ફહાદ ફાસિલની ભૂમિકા માટે સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેણે પણ તારીખની સમસ્યાઓના કારણે તેને નકારી કાઢ્યો હતો.

પૈસા વસુલ છે પુષ્પા 2

આ વખતે લાલ ચંદનની બ્લેક માર્કેટિંગ રાષ્ટ્રીય નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે જોવા મળી રહી છે. ફિલ્મ 3 કલાકથી વધુ લાંબી છે અને એક ફુલઓન મનોરંજન ફિલ્મ છે, જે તમને થિયેટરોમાં તમારા પૈસા વસુલ કરશે.

Aditi Mistry: બિગ બોસ 18 ફેમ અદિતિ મિસ્ત્રીનો મનમોહક લુક