ભાઈબીજ પર ભાઈને તિલક કરતી વખતે થાળીમાં આ 7 વસ્તુઓ રાખવી જોઈએ


By Vanraj Dabhi12, Nov 2023 06:41 PMgujaratijagran.com

ભાઈબીજનો તહેવાર

દિવાળીના બે દિવસ પછી ભાઈબીજનો તહેવાર ઉજવવામાં આવે છે. તેને ભાઈ-બહેનના પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે બહેન ભાઈને તિલક કરે છે અને તેના લાંબા આયુષ્યની મનોકામના કરે છે. ભાઈબીજ પર ભાઈને તિલક કરતી વખતે થાળીમાં કેટલીક વસ્તુઓ હોવી જરૂરી છે. ચાલો જાણીએ.

કુમકુમ

ભાઈબીજ પર તિલક લગાવવા માટે કુમકુમ ખૂબ જ ખાસ છે. તેના વગર આ તહેવાર અધૂરો માનવામાં આવે છે. આ દિવસે બહેનો કુમકુમનું તિલક ભાઈના કપાળ પર કરે છે અને આરતી ઉતારે છે.

ચોખા

ભાઈને તિલક કરવાની થાળીમાં ચોખા એટલે કે અક્ષત રાખવા જોઈએ. ધ્યાન રાખો કે તિલક કરવા માટે તૂટેલા ચોખાનો ઉપયોગ ન કરવો જોઈએ.

મીઠાઈ

તિલક કર્યા પછી ભાઈને મીઠાઈ અવશ્ય ખવડાવવામાં આવે છે. આ માટે તમારે થાળીમાં કંઈક મીઠી વસ્તુ રાખવી જોઈએ. આ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

કલાવ

હિંદુ ધર્મમાં કલાવનું ખૂબ જ મહત્વનું સ્થાન છે. તેના વગર કોઈપણ પૂજા કે હવન પૂર્ણ માનવામાં આવતું નથી. તેથી તમે થાળીમાં કાલવ પણ રાખવું જોઈએ.

શ્રીફળ

તિલકની થાળીમાં સૂકું નારિયેળ રાખવું શુભ માનવામાં આવે છે. તેથી થાળીમાં નાળિયેર રાખવાનું ભૂલશો નહીં, તેના વિના ભાઈ-બહેનનો આ તહેવાર અધૂરો માનવામાં આવે છે.

ચાંદીનો સિક્કો

તિલકની થાળીમાં ચાંદીનો સિક્કો રાખવો શુભ માનવામાં આવે છે. તેથી તિલકની થાળીમાંમાં ચોક્કસપણે ચાંદીનો સિક્કો રોખો, આના વિના પૂજા અધૂરી રહે છે.

ફૂલ

ભાઈબીજના તહેવાર પર તિલકની થાળીમાં ફૂલો રાખવા જોઈએ. ભાઈની આરતી ઉતારતી વખતે કુમકુમ, ચોખા અને ફૂલ ચઢાવવામાં આવે છે.

વાંચતા રહો

ભાઈબીજના દિવસે તિલક કરતી વખતે આ વસ્તુઓને થાળીમાં રાખો, આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

સૂતા પહેલા કરો આ કામ, તમારી કિસ્મત ચમકી જશે