Prostate Cancer: પ્રોસ્ટેટ કેન્સરની તપાસ માટે આ ટેસ્ટ અચૂક કરાવવા જોઈએ


By Sanket M Parekh01, Oct 2025 04:16 PMgujaratijagran.com

પુરુષોને થતી ઘાતક બીમારી

પ્રોસ્ટેટ કેન્સર એક ગંભીર પરંતુ ધીમે-ધીમે વધતું કેન્સર છે, જે પુરુષોની પ્રોસ્ટેટ ગ્રંથિમાં થાય છે. જેની શરૂઆતમાં લક્ષણો નથી દેખાતા, આથી સમયાંતરે તેની તપાસ કરાવવી જરૂરી બની જાય છે. સમસયસર ટેસ્ટ કરાવીને તેને ઓળખી શકાય છે અને સફળ સારવાર પણ શક્ય બને છે.

શું છે પ્રોસ્ટેટ કેન્સર?

પ્રોસ્ટેટ કેન્સર પુરુષોને થતું એક સામાન્ય કેન્સર છે. જેમાં પ્રોસ્ટેટ ગ્રંથિમાં અસામાન્ય કોશિકાઓ વધવા લાગે છે, જે ધીમે-ધીમે શરીરના અન્ય અંગોમાં પણ ફેલાઈ શકે છે.

શરુઆતના લક્ષણો

શરૂઆતમાં પ્રોસ્ટેટ કેન્સરના લક્ષણો જોવા નથી મળતા. જો કે જેમ-જેમ કેન્સર વધે છે, તેમ-તેમ વારંવાર પેશાબ કરવા જવું, પેશાબમાં બળતરા, નબળાઈ અને ઉલટી જેવા લક્ષણો જોવા મળે છે.

પહેલો ટેસ્ટ- ફિઝિકલ એક્ઝામિનેશન

ડોક્ટર સૌ પ્રથમ દર્દીની ફિઝિકલ તપાસ કરે છે. જેમાં મેડિકલ હિસ્ટ્રી,લક્ષણોની જાણકારી અને ડિજિટલ રેક્ટર એક્ઝામિનેશન (DRE) સામેલ હોય છે.

પ્રોસ્ટેટ બાયોપ્સી ટેસ્ટ

આ ટેસ્ટમાં પ્રોસ્ટેટથી ટિશ્યુના સેમ્પલ લેવામાં આવે છે. માઈક્રોસ્કોપથી કેન્સર સેલની ઓળખ કરવામાં આવે છે.નીડલ બાયોપ્સી અને TRUS થી પણ ટેસ્ટ થાય છે.

PSA બ્લડ ટેસ્ટ

PSA ટેસ્ટ થકી લોહીમાં રહેલ પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટીજનનું પ્રમાણ જાણી શકાય છે.જો PSAનું લેવલ વધારે હોય, તો પ્રોસ્ટેટ કેન્સરની આશંકા વધી જાય છે.

ઈમેજિંગ ટેસ્ટથી પુષ્ટિ

કેન્સરની સ્થિતિ જાણવા માટે અલ્ટ્રાસાઉન્ડ, એક્સ-રે અને MRI જેવા ઈમેજિંગ ટેસ્ટ કરાવવામાં આવે છે. જેનાથી કેન્સરનું સ્ટેજ અને તેની ફેલાવવાની ક્ષમતા જાણી શકાય છે.

હળદર વાળું પાણી પીવાના અદ્ભુત ફાયદા