Acupressure: કયા અંગને દબાવવાથી ઝડપથી ઊંઘ આવે છે? જાણો નિષ્ણાત અભિપ્રાય


By Vanraj Dabhi13, Jan 2025 09:15 AMgujaratijagran.com

એક્યુપ્રેશર

એક્યુપ્રેશર એ એક અસરકારક ઉપાય છે, જે શરીરના ચોક્કસ બિંદુઓ પર દબાવવાથી ઘણી સમસ્યાઓ દૂર થાય છે.

નિષ્ણાત અભિપ્રાય

જિમ્મીઝ એક્યુપ્રેશર ક્લિનિકના નિષ્ણાત જિમ્મી જગતિયા પાસેથી વિગતવાર જાણીશું.

હાર્ટ 7 એક્યુપ્રેશર પોઈન્ટ

હાર્ટ 7 એક્યુપ્રેશર પોઈન્ટ કાંડાના ખૂણામાં હોય છે. તેને દબાવવાથી ઘણી માનસિક અને શારીરિક સમસ્યાઓમાંથી રાહત મળી શકે છે.

મોર્નિંગ સિકનેસ

જો તમને મોશન સિકનેસ અને મોર્નિંગ સિકનેસની સમસ્યા હોય તો હાર્ટ 7 પોઈન્ટ પર દબાણ લગાવવાથી ઉલ્ટી અને ઉબકા આવવાની સમસ્યા ઓછી થઈ શકે છે.

હૃદયના ધબકારા

હાર્ટ 7 પોઈન્ટનો ઉપયોગ છાતીમાં ભારેપણું અને હૃદયના ધબકારાની સમસ્યામાં પણ ફાયદાકારક છે.

ઊંઘમાં સુધારો કરે છે

હાર્ટ 7 પોઈન્ટ દબાવવાથી અનિદ્રા એટલે કે નિંદ્રાની સમસ્યાથી રાહત મળે છે, જેના કારણે તમે રાત્રે આરામથી સૂઈ શકો છો.

નબળી યાદશક્તિ

જો તમારી યાદશક્તિ નબળી હોય તો હાર્ટ 7 પોઈન્ટ પર દબાવી રાખવાથી તમારી યાદશક્તિમાં સુધારો થઈ શકે છે.

તણાવમાં રાહત આપે

તણાવ અને ચિંતાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે હાર્ટ 7 પોઈન્ટને દબાવવું ખૂબ જ ફાયદાકારક છે.

રક્ત પરિભ્રમણમાં ફાયદો

આ એક્યુપ્રેશર પોઈન્ટનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ સુધરે છે.

વાંચતા રહો

આરોગ્ય સંબંધિત વધુ માહિતી માટે ગુજરાતી જાગણ વાંચતા રહો.

પેલવાન જેવું શરીર બનાવવા માટે શું ખાવું? જાણો