પોસ્ટ ઓફિસ યોજનાઓ 100 ટકા સલામત છે, એટલે કે તમને ઝીરો રિસ્ક સાથે એફડી કરતાં વધુ રિટર્ન મળે છે. માટે ગ્રાહકો હવે વધુને વધુ પોસ્ટ ઓફિસની સ્કીમમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે.
આજે અમે તમારા એવી 5 પોસ્ટ ઓફિસની યોજના વિશે માહિતીઓ લઈને આવ્યા છીએ જેમાં રોકાણ કરીને તમે કોઈ પણ જાતના જોખમ વિના ગેરંટી સાથે યોગ્ય રિટર્ન મેળવી શકો છો.
પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ યોજના 5 વર્ષ માટે 7.5 ટકા વ્યાજ આપે છે. અને 1 થી 3 વર્ષના સમયગાળા માટે 6.9 ટકા વાર્ષિક વ્યાજ આપે છે.
માસિક આવક યોજના 7.4 ટકા દર મહિને વ્યાજ આપે છે. જેમાં રોકાણ મર્યાદા એક ખાતા પર 9 લાખ અને સંયુક્ત ખાતા પર 15 લાખ છે.
સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS) માં રોકાણ કરવા પર વાર્ષિક 8.2 ટકા મળે છે. આમાં 30 લાખ સુધીનું રોકાણ કરી શકાય છે અને દર 3 મહિને ખાતામાં વ્યાજ જમા થાય છે.
રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (NSC) યોજના 7.7 ટકા ચક્રવૃદ્ધિ વ્યાજ અને કર મુક્તિ આપે છે..
સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) 8.2 ટકા કરમુક્ત વ્યાજ આપે છે, જે દીકરીઓ માટે શ્રેષ્ઠ છે.