બેંકની જેમ પોસ્ટ ઓફિસમાં પણ રોકાણ કરવા માટે ઘણી યોજનાઓ ઉપલબ્ધ છે. જો તમે પણ પોસ્ટ ઓફિસમાં તમારા પૈસા બમણા કરવા માંગો છો તો 5 વર્ષની FD પસંદ કરી શકો છો. જે તમારા પૈસા ડબલ કરી શકે છે.
હાલમાં આ 5 વર્ષની FD પર 7.5 ટકાના દરે વ્યાજ આપવામાં આવી રહ્યું છે. તમારે આ યોજનામાં રોકાણ કરવું પડશે અને આ 5 લાખની એફડીને 2 વખત લંબાવવી પડશે એટલે આ FD 15 વર્ષ સુધી ચલાવવી પડશે.
જો તમે આ FD માં 5 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો 7.5 ટકા વ્યાજના દરે તમને 5 વર્ષમાં આ રકમ પર 2,24,974 રૂપિયાનું વ્યાજ મળશે.
5 વર્ષે તમને 2,24,974 રૂપિયા વ્યાજ તરીકે મળશે. 5 વર્ષ પછી તમારી કુલ રકમ 7,24,974 રૂપિયા થઈ જશે.
10 વર્ષે તમને 5,51,175 રૂપિયા વ્યાજ તરીકે મળશે. 10 વર્ષ પછી તમારી કુલ રકમ 10,51,175 રૂપિયા થઈ જશે.
15મા વર્ષે તમને વ્યાજ તરીકે 10,24,149 મળશે. 15 વર્ષ પછી તમારી કુલ રકમ 15,24,149 રૂપિયા થઈ જશે.