ટેસ્ટી અને ક્રિસ્પી પુરી બનાવતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આનાથી પુરી ખૂબ સારી બને છે. આજે અમે તમને પુરીને ક્રિસ્પી બનાવવાની રીત આપવાના છીએ.
ક્રિસ્પી પુરી બનાવવા માટે જરૂરી છે કે તમારે તેનો લોટ બાંધતી વખતે તેલ આથવા ઘીનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. આનાથી પુરી ક્રિસ્પી અને પોચી બનશે.
પુરી બનાવાતી વખતે ઘણા લોકો જરૂર કરતા વઘારે તેલ નાખે છે જેના કારણે તે ફૂટવા લાગે છે.પુરી માટે તેલના થોડા ટીપાં જ કાફી છે.
લોટમાં તેલ કે ઘી સાથે અજમો, સ્વાદ મુજબ મીઠું અને મરચું પાવડર નાખો. પુરી બનાવતા પહેલા લોટને મસળી લો અને ઓછામાં ઓછા 15 થી 20 મિનિટ સુધી રાખો.
પુરીને ક્રિસ્પી બનાવવા માટે લોટમાં કસૂરી મેથી નાખો. આ પુરીને ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બનાવે છે.
જો તમે લોટમાં 3 થી 4 ચમચી સોજી નાખશો તો તમારી પુરી એકદમ ક્રિસ્પી થઈ જશે, ધ્યાન રાખો કે તમે વધારે સોજી ન નાખો જેના કરાણે પુરી ફુટવા લાગે છે.
પુરીને ક્રિસ્પી બનાવવા માટે જરૂરી છે કે તમે કડાઈમાં તેલને સારી રીતે ગરમ કરો. તે ગરમ થઈ જાય એટલે ગેસ ધીમો કરીને તળી લો.
ભોજન બનાવવા માટે સમય લાગે છે તો તેમાં સ્વાદ આવે છે.પુરીનો સ્વાદ વધારવા માટે જરૂરી છે કે તમે લોટને બાંધીને 15-20 મિનિટ માટે રાખો.