વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનું વાસ્તુ સુધારવા માટે તમે અલગ-અલગ છોડ પણ લગાવી શકો છો.
તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. આ છોડને ઘરમાં વાવવાથી તમામ પ્રકારના વાસ્તુદોષમાંથી મુક્તિ મળે છે.
શમી શનિ મહારાજનું પ્રિય છે, તેને ઘરમાં લગાવવાથી ઈશાન ખૂણાનો દોષ હોય તો તેમાંથી છૂટકારો મળે છે.
વાસ્તુ અનુસાર ઘરમાં પારિજાતનો છોડ લગવવો પણ શુભ માનવામાં આવે છે.
ઘરમાં જાસ્મીનનો છોડ વાસ્તુ દોષ દૂર કરવામાં શુભ સાબિત થાય છે.