વર્ષ 2025માં પિતૃ પક્ષ 7 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે અને 21 સપ્ટેમ્બરે સર્વપિતૃ અમાવસ્યાના દિવસે તેનું સમાપન થશે. આ સમયગાળા દરમિયાન પિતૃઓની તિથિ અનુસાર તેમનું શ્રાદ્ધ કરવામાં આવે છે.
પિતૃ પક્ષ દરમિયાન કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ. ઉદાહરણ તરીકે આ સમયગાળા દરમિયાન દાઢી-વાળ ન કપાવવા જોઈએ. આ ઉપરાંત કેટલીક એવી વસ્તુઓ પણ છે જેને પિતૃ પક્ષ દરમિયાન ખરીદવી યોગ્ય માનવામાં આવતી નથી. ચાલો આ વસ્તુઓ વિશે
પિતૃ પક્ષ દરમિયાન મીઠું ખરીદવું યોગ્ય માનવામાં આવતું નથી. તેથી શ્રાદ્ધ પક્ષ શરૂ થાય તે પહેલાં જ તમારે મીઠું ખરીદી લેવું જોઈએ. માન્યતા છે કે પિતૃ પક્ષ દરમિયાન મીઠું ખરીદવાથી બીમારીઓ તમને ઘેરી શકે છે.
જો તમે પિતૃ પક્ષ દરમિયાન સરસવનું તેલ ખરીદો છો તો પિતૃઓ સાથે જ શનિદેવ પણ ગુસ્સે થઈ જાય છે. તેથી આ સમયગાળા દરમિયાન ભૂલથી પણ સરસવનું તેલ ન ખરીદવું જોઈએ.
પિતૃ પક્ષ દરમિયાન ઝાડુ પણ ન ખરીદવું જોઈએ. કારણ કે તે તમારી આર્થિક સ્થિતિ પર વિપરીત પ્રભાવ પાડે છે. તેથી શ્રાદ્ધ દરમિયાન સાવરણી ખરીદવાની ભૂલ ન કરો.
પિતૃ પક્ષના 15-16 દિવસોમાં તમારે વાહન, જમીન, મિલકત અને ઘરેણાં પણ ખરીદવાથી બચવું જોઈએ.