ઉનાળામા શરીરને પુરતી એનર્જ મળી રહે તે જરૂરી છે, અને કાળઝાળ ગરમીમાં શરીરને ઠંડુ રાખવું પણ એટલુંજ જરૂરી છે. આની માટે જો તમે સવારે આ ટેસ્ટી અને હેલ્ધી પીંક સ્મુધી પીવો જે તમને આખો દિવસ ઉર્જાવાન રાખશે અને ગરમીમાં પણ રાહત આપશે. આવો જાણીએ આ સ્મૂધી બનાવવાની સરળ રીત
બદામ - 8 થી 10, પાણી - એક ગ્લાસ, પ્રોટીન પાવડર, સ્ટ્રોબેરી - 2, કોળાં ના બીજ, અળસીના બીજ સૂર્યમુખીના બીજ
સ્મૂધી બનાવવા માટે બદામને ગ્રાઇન્ડર જારમા નાખી, તેમાં થોડુ પાણી ઉમેરી સરસ પેસ્ટ બનાવી લો
હવે તેમા પ્રોટીન પાવડર અને સ્ટ્રોબેરી ઉમેરીને પીસી લઈ તેમા એક ગ્લાસ પાણી ઉમરો. તમારી ગુલાબી સ્મૂધી તૈયાર છે. તમે તેને ફ્રીઝરમાં થોડી વાર ઠંડું થવા માટે રાખી શકો છો.
સ્મૂધી ઉપર તમે કોળું, અળસી અને સૂર્યમુખીના બીજ પણ ઉમેરી શકો છો
સ્મૂધી ઉપર તમે કોળું, અળસી અને સૂર્યમુખીના બીજ પણ ઉમેરી શકો છો
આમાં પ્રોટીન અને હેલ્ધી ફેટ્સ હોય છે જે લાંબા સમય સુધી પેટને ભરપૂર રાખે છે. તેમાં સ્ટ્રોબેરી ઉમેરવાથી તે વધુ ટેસ્ટી અને હેલ્ધી બને છે કારણ કે તેમાં વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટ હોય છે,
બીજમાં સારી માત્રામાં ફાઇબર રહેલું હોય છે જે પાચનમાં મદદ કરે છે અને તમને લાંબા સમય સુધી ઊર્જાવાન રાખે છે