સંબધો જાળવવા અને તેને વધું સારા અને મજબૂત બનાવવા માટે વાતચીત કરવી ખૂબ મહત્વનું છે. તમારા પાર્ટનર સાથે વાતચીત દરમિયાન આ કેટલાક શબ્દો અને વાક્યો કહીને તમારા સંબધને વધું સુમેળભર્યા અને સારા બનાવી શકો છે. આવો જાણીએ
જીવનમાં વ્યક્તિગત રીતે માણસો ઘણી સમસ્યાઓનો સામનો કરતા હોય છે અને ઘણીવાર તેમના પ્રીયજનોને જણાવતા નથી. કેમ છો પૂછવાથી તમે તેમને સારુ મહેસુસ કરાવી શકો છો, અને કંઈ મુશ્કેલી હોય તો તે જાણી શકો છો.
દિવસના અંતે જો તમારા પાર્ટનરને તમે આ સવાલ કરો જેથી તમે દિવસ દરમિયાન થયેલી ઘટના વિશે અને તેમને થયેલા અનુભવ વિશે જાણી શકો. આ તમારા પાર્ટનરને વધુ સ્પેશિલ ફીલ કરાવશે
સંબધમાં તમારો પાર્ટનરની હાજરી તમારા માટે કેટલી મહત્વની છે અને તમે તેને કેટલો પ્રેમ કરો છો એ તમે પ્રકારના વાક્યો કહીને એક્સપ્રેસ કરી શકો છો
ઘણી વાર વિરુધ્ધ અભિપ્રાય હોવાના લીધે સંબધો નબળા પડી જતા હોય છે, પરંતું સ્પષ્ટ અને ખુલ્લા મને વાતચીત કરીને આનો ઉકેલ લાવી શકાય છેે. ભલે તમે અમુક સમયે અસંમત હોવ તો પણ હું તમને એટલોજ પ્રેમ કરું છું, આ વાક્ય તમારા પાર્ટનરને કહીને તમે સમજાવી શકો છો
તમારા જીવનસાથી અથવા પાર્ટનર વિશે તમને શું ગમે છે તે વિશે વાતચીત કરવાથી સંબધ વધું મજબૂત થાય છે. અવારનવાર તમારા પાર્ટનર સાથે આ વિષયને લઈને તમે વાત કરી શકો છો