સમોસા ભારતમાં ખાવામાંઆવતો સૌથી ફેમસ સ્ટ્રીટ ફુડ નાશ્તો છે, બહારથી ક્રીસ્પી અંદરથી નરમ સમોસાને લોકો ખૂબ પસંદ કરે છે. જો તમે પણ આવા સમોસા ખાવાના શોખીન હોવ તો આજે જ તેને ઘરે બનાવો, ચાલો જાણીએ તેન બનાવવાની સરળ રેસિપી વિશે
લોટ, મીઠું, મરચું પાવડર, હળદર પાવડર, 1/2 ચમચી ગરમ મસાલો, ટીસ્પૂન હિંગ, ટીસ્પૂન અજમો
એક મોટા બાઉલમાં લોટ લો, ત્યાર બાદ તેમા મીઠું અને અજમો ઉમેરો, પછી તેને બરાબર મિક્ષ કરો, પછી તેમા પાણી રેડી લોટ બાંધી લો. લોટ બાઘ્યા પછી તેને નરમ થવા બાજુ પર રાખી લો.
બાફેલા બટેકાને બરાબર મેશ કરી, તેમાં લીલું મરચું, ધાણાજીરું, આદુ, મીઠું, લાલ મરચું પાવડર, હળદર પાવડર, ગરમ મસાલો, હિંગ અને અજમો વગેરે ઉમેરો. હવે તેને થોડા તેલમા ફ્રાય કરી, બટાકાને પ્લેટમાં કાઢી લો.
સમોસા બનાવવા માટે હાથમાં લોટ લઈ તેને ગોળ આકારમાં વાળી લો. હવે તેને વચ્ચેથી બે ભાગમાં કાપી લો અને તેને ત્રિકોણાકારમાં કાપી સમોસાનો શેપ આપો
ત્રિકોણાકારમાં કાપી તેમા બાફેલા બટાકાનું સ્ટફીંગ ભરો અને ભીના લોટની મદદથી ઉપરથી ચોંટાડો. આ રીતે બધા સમોસા તૈયાર કરો.
તૈયાર સમોસાનો તેલમાં તળી લો. જો તમારે તેલમાં ન તળવા હોય તેને એર ફ્રાય પણ કરી શકો છો.