સામાન્ય રીતે કેરી સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે પોષક તત્વોથી ભરપુર હોય છે. જો કે વધારે પડતી કેરી ખાવાથી સ્વાસ્થ્ય પર તેની વિપરિત અસર થાય છે. આ સંદર્ભે વધુ જાણકારી માટે જાણીતા ડાયેટિશિયન સુમન સાથે વાતચીત કરી, જેમણે કેરી ખાવાથી થતાં નુકસાન વિશે જાણકારી આપી છે.
કેરી ખાવી સ્વાસ્થ્ય માટે લાભકારી છે, પરંતુ તેને વધારે પડતી ખાવામાં આવે, તો અચાનક વજન વધવા લાગે છે. કેરીમાં હાઈ કેલેરી હોય છે, જેના પરિણામે મોટાપો અને બેલી ફેટ વધી શકે છે.
ગરમીમાં વધારે પ્રમાણમાં કેરી ખાવાથી ઝાડા અને પેટમાં ગરબડ જેવી સમસ્યા થઈ શકે છે. કેરીમાં વધારે પ્રમાણમાં ફાઈબર હોય છે, જે પાચન તંત્રને વિપરિત અસર પહોંચાડે છે.
કેરીમાં 14 ટકા સુગર હોય છે. આથી જો વધારે પડતી કેરી ખાવામાં આવે, તો બ્લડસુગરનું લેવલ વધી શકે છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓએ બને ત્યાં સુધી કેરી ખાવાનું ટાળવું જ જોઈએ.
વધારે કેરી ખાવાથી ખીલ અને શરીરમાં ગરમીના ફોલ્લા થવાની સમસ્યા વધી શકે છે, કારણ કે કેરીની તાસીર ગરમ હોય છે. જે સ્કિનને સૌથી વધુ પ્રભાવિત કરે છે.
કેરી વધારે પડતી ખાવાથી પાચન તંત્રને નુકસાન થઈ શકે છે, કારણ કે વધુ પડતી કેરી ખાવાથી પેટમાં રહેલા સારા બેક્ટેરિયા પર અસર થાય છે.
વધારે કેરી ખાવાથી પેટ ભારે લાગવા માંડે છે અને ગેસ જેવી સમસ્યા વકરી શકે છે. આથી બને તો કેરીને સિમિત પ્રમાણમાં જ ખાવી જોઈએ.
જો કેરી વધારે પડતી ખાવામાં આવે, તો શરીરમાં સ્ફૂર્તિની કમી વર્તાય છે. જેના પરિણામે તમને સતત થાકનો અહેસાસ થતો રહે છે. આથી બને ત્યાં સુધી કેરીનો અતિરેક ના કરવો હિતાવહ છે.
જો આપને ડાયાબિટીસની સમસ્યા હોય, તો કેરી લિમિટમાં જ ખાવી જોઈએ. જેથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે અને બીજી અન્ય કોઈ સ્વાસ્થ્ય સબંધિત સમસ્યાનો સામનો ના કરવો પડે.