Curd In Winter: આ લોકો શિયાળામાં ના ખાય દહીં,નહીંતર પડી જશો બીમાર


By Sanket M Parekh24, Nov 2024 04:38 PMgujaratijagran.com

પોષક તત્વોથી ભરપુર

દહી પ્રોબાયોટિક્સ અને જીંકથી ભરપુર હોય છે. જે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. જેના કારણે તમે સિઝનલ બીમારીઓથી બચી શકો છો. આ સાથે જ દહીમાં રહેલા પોષક તત્વો તમારી પાચન શક્તિ સુધારવા સાથે હાડકાને પણ મજબૂત બનાવે છે.

શિયાળાની સિઝન

દહીનું સેવન પાચન સુધારવા સાથે ઈમ્યુનિટીને મજબૂત બનાવે છે. આમ છતાં કેટલાક લોકોએ શિયાળાની ઠંડી સિઝનમાં દહીનું સેવન કરવાનું ટાળવું હિતાવહ છે.

અસ્થમાના દર્દી

જો તમે અસ્થમાના દર્દી હોવ, તો શિયાળાની સિઝનમાં દહી ખાવાનું ટાળવું જોઈએ. નહીંતર અસ્થમાની સમસ્યા વધારે વકરી શકે છે.

કફની સમસ્યા

શિયાળામાં કફ જામી જવો સામાન્ય સમસ્યા છે. જો તમને પણ કફની સમસ્યા રહેતી હોય, તો તમારે દહીનું સેવન કરવાનું ટાળવું જ જોઈએ.

તાવ

જે લોકોને તાવ હોય, તેમણ પણ શિયાળાની સિઝનમાં દહીથી દૂર રહેવું જોઈએ. દહી ખાવાથી તાવ વધી શકે છે.

Kiwi Benefits: શિયાળામાં કિવી કેમ ખાવા જોઈએ? જાણો 8 ચમત્કારિક ફાયદા