સ્વાસ્થ્ય માટે ફાયદાકારક જામફળ પણ આ લોકો માટે છે નુકસાનકારક


By Prince Solanki23, Dec 2023 07:03 PMgujaratijagran.com

જામફળ

જામફળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમા રહેલા પોષકતત્વોથી શરીરને અનેક ફાયદા મળે છે. જામફળ વજન ઘટાડવાની સાથે સાથે વાળ માટે પણ લાભદાયી છે. જોકે કેટલાક લોકો એવા પણ છે જેમને જામફળનુ સેવન કરવાથી બચવુ જોઈએ.

પોષકતત્વોથી ભરપૂર

જામફળમા એંટી ઓક્સિડેંટ્સ, વિટામિન સી તથા પોટેશિયમ જેવા ગુણ રહેલા હોય છે. આ ઉપરાંત જામફળમા તેમા ફોલેટ, બીટા કેરોટીન જેવા પોષકતત્વો મળી આવે છે.

ઋતુ આધારિત બીમારીઓ

જો કોઈ વ્યક્તિ સરળતાથી શરદી ખાંસી અને તાવનો શિકાર બને છે, તો તેને જામફળ ખાવાથી બચવુ જોઈએ. જામફળ ખાવામા ઠંડી વસ્તુ છે. આ ઋતુ આધારિત બીમારીઓનુ જોખમ વધારે છે.

ગર્ભવતી મહિલાઓ

ગર્ભવતી તથા સ્તનપાન કરાવતી મહિલાઓએ જામફળનુ સેવન કરવાથી બચવુ જોઈએ. જામફળના વધારે માત્રામા સેવન કરવાથી શરીરમા ફાઈબરની માત્રા વધે છે જે પાચન સંબધિત સમસ્યાઓ પેદા કરે છે.

પેટ સંબધિત સમસ્યાઓ

વધારે માત્રામા જામફળનુ સેવન કરવાથી પાચન સંબધિત સમસ્યાઓ થવાનુ જોખમ રહે છે. તેનાથી પાચનતંત્ર પર ખરાબ અસર પડે છે. તેનાથી તમને પેટ ફૂલવાની સમસ્યા પણ થઈ શકે છે.

દાંતનો દુખાવો

જણાવી દઈએ કે વધારે માત્રામા જામફળનુ સેવન કરવાથી દાંતમા દુખાવો તથા દાંત સંબધિત અન્ય સમસ્યાઓ પણ થઈ શકે છે.

ખરજવાની સમસ્યા

જામફળના પત્તા પણ ખરજવાની સમસ્યા વધારી શકે છે. જામફળના પત્તામા રસાયણ હોય છે ચામડી પર બળતરાનુ કારણ બની શકે છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

કાચા પપૈયાના સેવનથી મળે છે આ અચુક ફાયદા