White Radish: આ લોકોએ ના ખાવો જોઈએ મૂળો, નહીંતર શરીર બની જશે બીમારીઓનું ઘર


By Sanket M Parekh06, Dec 2024 04:22 PMgujaratijagran.com

પોષક તત્વો

શિયાળામાં મૂળાનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ હોય છે. જેમાં પ્રોટીન, આયરન, ફાઈબર અને વિટામિન C મળી આવે છે. જે પાચન તંત્ર અને ઈમ્યુનિટીને મજબૂત બનાવે છે. જો કે કેટલીક કંડિશનમાં મૂળો ખાવાનું ટાળવું જોઈએ, તો ચાલો જાણીએ કોણે મૂળો ખાવાથી બચવું જોઈએ...

વધું પડતું સેવન ઠીક નહીં

મૂળાનું વધુ પડતું સેવન કરવાથી શરીરમાં અનેક સમસ્યા થઈ શકે છે. આથી મૂળાનું સેવન મર્યાદિત પ્રમાણ જ કરવું હિતાવહ રહે છે.

લિવરને નુકસાન

મૂળામાં આયરનનું પ્રમાણ વધારે હોય છે. જો તમારા શરીરમાં પહેલાથી જ આયરનનું પ્રમાણ વધારે હોય, તો મૂળાનું સેવન કરવાથી નુકસાન થઈ શકે છે. જેનાથી ઉલટી, ઉબકા અને લિવરને ગંભીર નુકસાન થાય છે.

થાયરોઈડના દર્દી

થાયરોઈડના દર્દીઓએ ભૂલથી પણ મૂળો ના ખાવો જોઈએ, કારણ કે તેનાથી થાયરૉઈડ ગ્રંથીમાં સમસ્યા થઈ શકે છે. જેના પરિણામે થાઈરોઈડ લેવલ વધી શકે છે.

શરીરમાં પાણીની ઉણપ

મૂળો ખાવાથી યૂરિન વધારે આવે છે. જેનાથી શરીરમાં પાણીની કમી થઈ શકે છે. જેના પરિણામે ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે.

ડાયાબિટીશના દર્દી ના ખાય

જે લોકો ડાયાબિટીશની દવા લઈ રહ્યા હોય, તેમણે મૂળાનું વધારે પડતું સેવન કરવાનું ટાળવું જોઈએ. જે બ્લડ સુગરનું લેવલ ઘટાડી શકે છે અને હાઈપોગ્લાઈસીમિયાનું કારણ બની શકે છે.

અન્ય સમસ્યા

વધારે મૂળો ખાવાથી પેટમાં ચૂંક, ચક્કર આવવા અને માથામાં દુખાવા જેવી સમસ્યા થઈ શકે છે.આથી બને ત્યાં સુધી તેનું સેવન લિમિટમાં કરવું જોઈએ.

તબીબની સલાહ

જો તમને કોઈ પણ પ્રકારની બીમારી કે એલર્જી હોય, તો તમારે મૂળાનું સેવન કરતા પહેલા તબીબની સલાહ અચૂક લેવી જોઈએ.

Eat jaggery and makhana: ગોળ અને મખાણા ખાવાથી થાય છે અનેક ફાયદા