ફરસાણની દુકાન જેવા જ સોફ્ટ અને ટેસ્ટી ગાંઠીયા ઘરે બનાવો, નોંધી લો રેસીપી


By Vanraj Dabhi20, Apr 2025 04:03 PMgujaratijagran.com

પાપડી ગાંઠીયા

ફરસાણની દુકાન જેવા જ સોફ્ટ અને ટેસ્ટી ગાંઠીયા તમે ઘરે પણ બનાવી શકો છો. નોંધી લો પાપડી ગાંઠીયા બનાવવાની રેસીપી.

સામગ્રી

ચણાનો લોટ, તેલ, પાણી, મીઠું, અજમો, બેકિંગ સોડા.

સ્ટેપ 1

સૌપ્રથમ એક બાઉલમાં તેલ, પાણી ઉમેરીને ગ્લેન્ડરથી વલોવી લો.

સ્ટેપ 2

હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, અજમો અને બેકિંગ સોડા નાખીને સારી રીતે મિક્સ કરી લો.

સ્ટેપ 3

હવે તેમાં ચણાનો લોટ નાખીને હાથથી સારી રીતે મિક્સ કરી પાપડી ગાંઠીયાનો લોટ બાંધો.

સ્ટેપ 4

હવે એક સંચો લઈ તેને તેલથી ગ્રીસ કરી લોટમાંથી થોડો લોટ સંચાની અંદર ભરો.

સ્ટેપ 5

હવે એક કડાઇમાં તેલ ગરમ કરી સંચાની મદદથી પાપડી ગાંઠીયા પાડીને તળીને ઝારાની મદદથી બહાર એક ડીશમાં લઇ લો.

સર્વ કરો

તૈયાર છે પાપડી ગાંઠીયા, તમે તેને કઢી, મરચું, ડુંગળી કે ચા સાથે સર્વ કરી શકો છો.

Vegetarian Kabab Recipe: ઘરે બનાવો કોબી કબાબ, નોંધી લો રેસીપી