આ એ જગ્યા છે જ્યાં ઉનાળામાં પ્રવાસીઓ પહેલગામ આવતા હતા પરંતુ હાલ ત્યાં કોઈ નથી.
મિની સ્વિટઝર્લેન્ડમાં એક વિચિત્ર ઉજ્જડતા જોવા મળી રહી છે, જે કાશ્મીર માટે પ્રવાસીઓ પાસેથી આવકનો મુખ્ય સ્ત્રોત છે.
હુમલા બાદ ભયનો માહોલ છવાયો છે, જેથી પ્રવાસીઓ ખીણ છોડીને ઘરે પરત ફર્યા છે, એક સમયે આ ખીણો પ્રવૃત્તિથી ધમધમતી હતી જે હવે ઉજ્જડ બની છે.
જ્યારે પણ પ્રવાસીઓ અહીં આવતા ત્યારે કાશ્મીરીઓ માટે ઉત્સવનો દિવસો રહેતા, કારણ કે તેમની આજીવિકા આના પર નિર્ભર હતી.
પહેલગામમાં રોકાવા માટે હોમસ્ટે અને હોટલો સંપૂર્ણપણે ખાલી છે.
શેરીઓ પણ ઉજ્જડ જોવા મળી રહી છે અને દુકાનોમાં પણ લોકોની અવરજવર ઓછી થઈ ગઈ છે.
પર્યટન બંધ થવાથી મોટાભાગના કાશ્મીરીઓ દુઃખી અને ચિંતિત છે.
પર્યટનને કારણે ટેક્સીઓ, ઘોડેસવારો, અને નાના ઢાબા બધા લોકોને રોજગારી મળતી પરંતુ હાલ બધુ ઠપ છે.
આતંકવાદી ઘટનાથી કાશ્મીરી લોકો ખૂબ જ નારાજ અને ગુસ્સે ભરાયા છે કારણ કે તેમની આજીવિકા પર હુમલો થયો છે.
એક સમયે આ મિની સ્વિટઝર્લેન્ડમાં જુલાઈ મહિના સુધી અહીં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળતી હતી.