2 મોટી ડુંગળી (ઝીણી કાપેલી), 1 કપ ચણાનો લોટ, 1/4 કપ ચોખાનો લોટ, 1 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી હળદર,મીઠું સ્વાદ મુજબ, ચપટી હીંગ, 1 ચમચી ઝીણી સમારેલી કોથમીર, અને પાણી.
ડુંગળીને પાતળી, લાંબી કાપી લો અને એક બાઉલમાં મૂકો. થોડું મીઠું નાખી 5-7 મિનિટ રાખો જેથી ડુંગળી પાણી છોડે. તમે રિંગ આગારમાં પણ ડુંગળી સમારી શકો છો.
એક બાઉલમાં ચણાનો લોટ, ચોખાનો લોટ, લાલ મરચું, હળદર, હીંગ, અને મીઠું નાખો. થોડું થોડું પાણી ઉમેરી જાડું બેટર બનાવો.
બેટરમાં કાપેલી ડુંગળી અને કોથમીર ઉમેરો. બધું બરાબર મિક્સ કરો જેથી ડુંગળી ખીરામાં સારી રીતે કોટ થાય.
એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરો. તેલ મધ્યમ આંચે ગરમ હોવું જોઈએ.
બેટરમાંથી નાના-નાના ભાગ લઈ ગરમ તેલમાં નાખો. ગોલ્ડન બ્રાઉન અને કરકરા થાય ત્યાં સુધી તળો, વચ્ચે ફેરવતા રહો.
ડુંગળીના ભજીયાને ટીશ્યુ પેપર પર નીકાળો જેથી વધારાનું તેલ નીકળી જાય. તૈયાર છે તમારા ડુંગળીના ભજીયા લીલી ચટણી અથવા ટામેટાના સોસ સાથે ગરમા-ગરમ સર્વ કરો.