લાંબી બેટરી અને દમદાર સાઉન્ડવાળા OnePlusના સૌથી સસ્તા ઇયરબડ્સ


By Kisankumar Sureshkumar Prajapati2023-05-07, 17:20 ISTgujaratijagran.com

લોન્ચ

વનપ્લસે હાલમાં જ Nord સિરીઝ અંતર્ગત OnePlus Nord Buds 2ને લોન્ચ કર્યા છે.

બેસ અને ક્લિયર ઓડિયો

OnePlus Nord Buds 2માં AI અલ્ગોરિધમ છે. આ સાથે શાનદાર બેસ અને ક્લિયર ઓડિયો ક્વોલિટી છે.

ડ્રાઇવર

બડ્સમાં 12.44mmના ડાયનામિક ડ્રાઇવર છે. આ ઉપરાંત તેમાં BassWaveનો પણ સપોર્ટ છે.

ફીચર

બાસ ટ્યૂનિંગ માટે OnePlus Nord Buds 2માં બેક કેવિટી આપવામાં આવી છે. બડ્સમાં નોઇસ કેન્સલેશન અને ટ્રાન્સપરન્સી મોડ પણ છે. ANC માટે 25dbસુધી નોઇસ કેન્સલેશનનો દાવો છે.

મોડ્સ

બડ્સમાં ડ્યુઅલ કોર પ્રોસેસર અને AACનો સપોર્ટ છે. તેમાં ડોલ્બી એટમોસ મોબાઇલ વર્ઝ અને Dirac ઓડિયો ટ્યૂનર પણ છે. Dolbyની સાથે બેલેન્સ્ડ, સેરેનેડ, બોલ્ડ અને બેસ મોડ્સ મળશે.

કિંમત

OnePlus Nord Buds 2 બ્લેક અને વ્હાઇટ બે કલરમાં અવેલેબલ છે અને તેની કિંમત 2999 રૂપિયા છે.

ચાર્જિંગ

બડ્સમાં કુલ બેટરી લાઇફ 27 કલાકની છે. તેની સાથે ફાસ્ટ ચાર્જિંગ પણ છે. બડ્સમાં IP55નું રેટિંગ પણ છે. આ સાથે HeyMelody એપનો પણ સપોર્ટ છે.

ગરમ પાણીમાં ઘી મિક્સ કરીને પીવાના ફાયદા