જૂની સાવરણી કયા દિવસે અને ક્યાં ફેંકવી


By Hariom Sharma2023-05-08, 08:30 ISTgujaratijagran.com

શું છે માન્યતા

પુરાણોની માન્યતા પ્રમાણે જો આપણી સાવરણીને લક્ષ્મીનું રૂપ માની છીએ તો તેનું અપમાન ન કરવાની સલાહ પણ આપવામાં આવે છે. સાવરણીથી આપણે કોઇ પણ નકારાત્મક ઉર્જાને કચરાની સાથે ઘરની બહરા કાઢી શકીએ છીએ.

સાવરણીના વાસ્તુ નિયમ

નવી સાવરણી ખરીદવા, ઘરમાં રાખવા અને તેને ઘરમાંથી બહાર ફેંકવાના કેટલાક વાસ્તુ નિયમો બનાવાયા છે. આવો જાણીએ જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુ પ્રમાણે સાવરણીના નિયમો.

જૂની સાવરણીનું શું કરવું

જો સાવરણી તૂટી જાય છે અથવા જૂની થઇ જાય છે તો તેને ઘરમાંથી દૂર કરો કારણ કે તૂટેલી સાવરણીથી ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે. ઘરમાં ક્યારેય તૂટેલી સાવરણીનો ઉપયોગ ના કરવો.

જૂની સાવરણી કયા દિવસે દૂર કરવી

જૂની સાવરણીને તમે શનિવાર, અમાવસ, હોલિકા દહન પછી, અથવા ગ્રહણ પછી તમે ઘરમાંથી દૂર કરી શકો છો.

જૂની સાવરણી ક્યાં ફેંકવી

સાવરણીને હંમેશાં એવી જગ્યાએ ફેંકવી જ્યાં કોઇ વ્યક્તિના તેના ઉપર પગ ના આવે, કારણ તેની પૂજા કરવામાં આવે છે.

ક્યારે ના ફેંકવી જોઇએ સાવરણી

એકાદશી, ગુરુવાર અથવા શુક્રવારના દિવસે જૂની સાવરણી ઘરમાંથી બહાર ના ફેંકવી. ગુરુવાર અને શુક્રવારનો દિવસ માતા લક્ષ્મી હોય છે.

ક્યારે ખરીદવી સાવરણી

શાસ્ત્રો પ્રમાણે નવી સાવરણી મંગળવાર, શનિવાર અથવા અમાવસના દિવસે ખરીદવી શુભ ગણાય છે. નવી સાવરણી હંમેશાં કૃષ્ણપક્ષમાં ખરીદવી.

ફિલ્ટર કોફી પીવાથી સ્વાસ્થ્યને મળે છે આ 5 ફાયદા