મંગળ ગ્રહને વૈદિક જ્યોતિષમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 3 ઓક્ટોબરે આ ગ્રહ તુલા રાશિમાં પ્રવેશ કરશે. આ ગોચરથી અમુક રાશિની કિસ્મત ચમકવાની છે.
મેષ રાશિના જાતકો પર મંગળ ગ્રહનો ખાસ પ્રભાવ પડે છે. મંગળ ગ્રહના તુલા રાશિમાં પ્રવેશ દરમિયાન આ રાશિના જાતકોને લખપતિ બનવાનું સપનું પણ પુરુ થઈ શકે છે.
મકર રાશિના જાતકોને પણ આ ગોચરથી લાભ થવાનો છે. વાદ-વિવાદમાંથી છૂટકારો મળશે. સ્વાસ્થ્ય સુધરશે અને માન-સન્માનમાં વધારો થશે.
મિથુન રાશિના જાતકો પર પણ મંગળ ગ્રહના પરિવર્તનનો લાભ જોવા મળશે. આ અવધિ દરમિયાન તેમને ભાગ્યનો સાથ મળશે અને નોકરીમાં સકારાત્મક ફેરફાર થશે.
સિંહ રાશિના જાતકોને આવકમાં વધારો થશે. થોડી સેવિંગ્સ પણ કરી શકશો. મિત્રોથી લાભ થઇ શકે છે.