મા લક્ષ્મીજીને દિવાળી પર અર્પણ કરો આ વસ્તુઓનો પ્રસાદ, થશે ભાગ્યની વૃદ્ધિ


By Pandya Akshatkumar08, Nov 2023 04:12 PMgujaratijagran.com

દિવાળી 2023

હિન્દુ ધર્મમાં દિવાળીનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવાય છે. આ દિવસે લક્ષ્મીજીની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે તેમને પ્રસન્ન કરવા વિશેષ પ્રસાદ અર્પણ કરવામાં આવે છે.

ખીરનો પ્રસાદ

મા લક્ષ્મીજીને ખીર ખૂબ પ્રિય છે. તેથી દિવાળીના દિવસે લક્ષ્મીજીને ખુશ કરવા ખીરનો ભોગ જરુરથી આપવો જોઈએ.

મખના

દિવાળી પૂજનમાં મખનાનો ભોગ ધરાવવામાં આવે છે. તેનાથી બનેલી વસ્તુઓ ભગવાનને પ્રિય છે.

પતાશા

મા લક્ષ્મીજીને ભોગ ચડાવવા લોકો પતાશાનો ઉપયોગ પણ કરે છે. તેનાથી મા લક્ષ્મીના વિશેષ આશિર્વાદ પ્રાપ્ત થાય છે.

પાન

દિવાળી દરમિયાન લક્ષ્મીજીને પાનનો ભોગ ચડાવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં તેને ખૂબ શુભ માનવામાં આવે છે.

દહીં

દહીં માતા લક્ષ્મીનો સૌથી પ્રિય ભોજન છે. દિવાળીની પૂજા દરમિયાન ગાયના દૂધમાંથી બનેલું દહીં મા લક્ષ્મીજીને પ્રસાદના સ્વરુપમાં ચઢાવો.

કોપરાના લાડું

દિવાળીના દિવસે લક્ષ્મીજીને કોપરાના લાડુંનો પ્રસાદ અર્પણ કરવો જોઇએ.

9 નવેમ્બર 2023નું રાશિફળ, Your Daily Horoscope Today November 9, 2023