ધ્યાન રાખો સીડી સાથે જોડાયેલા આ વાસ્તુ નિયમો, તરક્કી થવા લાગશે


By Hariom Sharma2023-05-07, 10:00 ISTgujaratijagran.com

ઘરની સીડી

જો કેટલીક વાતોનું ધ્યાનમાં રાખવામાં આવે તો તમે સફળતા તરફ આગળ વધવા લાગો છો. ખુશી, તરક્કી અને ઉન્નતિ માટે ખૂબજ મહત્ત્વની છે આ વાતો.

સીડી સાથે જોડાયેલું વાસ્તુ

સીડી આપણા ઘરનો મહત્ત્વનો ભાગ છે, સીડી આપણને ઉપર તરફ લઇ જાય છે, એવું માનવામાં આવે છે કે સીડીઓનો પ્રભાવ આપણી ઉન્નતિ પર થાય છે.

વાસ્તુના નિયમ

વાસ્તુમાં સીડીઓને લઇ મહત્ત્વપૂર્ણ નિયમો બતાવાયા છે. જો તમારા ઘરની સીડીઓ સાચી રીતે બની છે તો, આ તમને તમારી ઉન્નતિના શિખર સુધી લઇ જઇ શકે છે.

નૈઋત્ય ખૂણો

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે, ઘરમાં સીડીઓ બનાવવા માટે નૈઋત્ય ખૂણો એટલે દક્ષિણ-પશ્ચિમ દિશા ઉત્તમ ગણવામાં આવે છે અથવા તો ઉત્તર-પશ્ચિમમાં સીડીઓ બનાવવી જોઇએ. આનાથી ઘરમાં વ્યક્તિઓની પ્રગતિ થાય છે.

બેકી સંખ્યામાં સીડી

આ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે સીડીઓની સંખ્યા ક્યારેય બેકીમાં ના હોવી જોઇએ. સીડીઓની સંખ્યા એકીમાં હોવી જોઇએ જેમ કે 7, 11, 21 વગેરે. આનાથી પરિવારના સભ્યોની તરક્કી થાય છે.

પિરામિડ

સીડીમાં જો કોઇ વાસ્તુ દોષ છે અને તેને તોડી શકાય તેમ નથી તો સીડીઓ નીચે પિરામિડ રાખવો જોઇએ, આનાથી વાસ્તુ દોષની સમસ્યા દૂર થાય છે.

ક્લોકવાઇસ

સીડી પ્રગતિનું પ્રતિનિધિત્વ કરે છે, આ માટેસીડીઓને હંમેશાં ક્લોવાઇસ ગોળ બનાવવી જોઇએ. એવું માનવામાં આવે છે આ પ્રકારની સીડીઓ પ્રગતિ તરફ લઇ જાય છે.

રોજ કાચી ડુંગળી ખાવાથી મળે છે જબરદસ્ત ફાયદા