ઘણી વાર રાત્રે સૂતા સમયે પરસેવો થાય છે. આવું થાય ત્યારે તેની અવગણના ના કરો કારણ કે ઘણી બીમારીઓના સંકતે પણ હોઇ શકે છે. આવો જાણીએ સૂતા સમયે પરેસેવો થવા પર કઇ બીમારીના સંકેત બતાવે છે.
બ્લડ શુગર લો થવા પર રાત્રે પરસેવો આવી શકે છે. બ્લડ શુગર લવેલ ખૂબ ઓછું થવા પર હાઇપરગ્લાઇસીમિયા એટલે કે બ્લડ શુગર લો હોવાની સ્થિતિ થઇ શકે છે, જે રાતના સમયે પરસેવો આવવાનું કારણ બની શકે છે.
સ્લીપ એપ્નિયાની સ્થિતિમાં ઘણી વાર શ્વાસ લેવામાં સમસ્યા આવે છે અને ઓક્સિજનનો સપ્લાઇ યોગ્ય રીતે થતો નથી, જેના કારણે રાત્રે સૂતા સમયે પરસેવો આવી શકે છે.
ટી.બી. થવા પર પરસેવો આવવો, તાવ જેવા લક્ષણો જોવા મળે છે. આવી સ્થિતિમાં ક્યારેક દર્દીને ગભરામણ થવી અથવા તો રાત્રે સૂતા સમયે પરસેવો થવો જેવી સમસ્યા થઇ શકે છે.
રાત્રે સૂતા સમયે પરસેવો આવવો એ ગભરામણના સામાન્ય લક્ષણ પણ ગણવામાં આવે છે. એન્જાઇટી અથવા તો વધુ સ્ટ્રેસ લેવાથી શરીરનું તાપમાન વધવાની સાથે સ્વેટ ગ્લેન્ડ્સ પર પણ અસર કરે છે. જેનાથી પરસેવો થાય છે.
કેન્સર અથવા ટ્યૂમર થવા પર પણ રાતના સમયે પરસેવો આવવાની સમસ્યા થઇ શકે છે. આવી સ્થિતિ રહેવા પર ઘણી વાર પ્રોસ્ટેટ કેન્સર, કિડની કેન્સરની સાથે સાથે ટ્યૂમરનો પણ સંકત હોઇ શકે છે.
મેનોપોઝમાં થતાં હોટ ફ્લેશેઝના કારણ શરીરમાં ગરમી વધુ થાય છે, જેના કારણે પરસેવો આવી શકે છે. આવી સ્થિતિ વારંવાર થવા પર ડોક્ટરની સલાહ લો.